ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર, 2021
બુધવાર
મુંબઈના ફૂટપાથ પર રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ લોકોને ડર છે કે કોઈક સમયે કોઈ હત્યારો આવીને મારી નાખશે. છેલ્લા બે મહિનામાં ફૂટપાથ પર રહેતા ત્રણથી ચાર લોકોની હત્યા થઈ હતી. ત્યારબાદ મુંબઈ પોલીસે વિવિધ જગ્યાએ તપાસ કરીને બે સાયકો કિલરની ધરપકડ કરી છે. આ બંને હત્યારાઓ સામે અગાઉ પણ હત્યાનો ગુનો નોંધાયો હતો અને એક ખૂની હમણાં જ જેલમાંથી છૂટ્યો છે. દરમિયાન જેલમાંથી છૂટેલા આ શખ્સે ઘાટકોપર પૂર્વમાં ફૂટપાથ પર રહેતી એક મહિલાની હત્યા કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેથી લોકો વધુ ગભરાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ 2 નવેમ્બરના રોજ ઘાટકોપર ઈસ્ટના પંતનગર ભાજી માર્કેટ ચોક ખાતે બે ઈમારતો વચ્ચે 40 વર્ષીય મહિલાની નગ્ન લાશ મળી આવી હતી. મહિલા સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પંતનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સેલ 5 પણ આ કેસની તપાસ કરી રહી હતી. રૂમ 5ના સીસીટીવી ફૂટેજમાં એક માણસ શંકાસ્પદ રીતે ઘટનાસ્થળે ફરતો જોવા મળ્યો હતો. પોલીસે આ શંકાસ્પદ વ્યક્તિને શોધવાનું શરૂ કર્યું. ટીમે આ શખ્સ વિશે તપાસ ખબર પડી કે તે ગયા મહિને તલોજા જેલમાંથી છૂટયો હતો. તેણે ચાર વર્ષ પહેલાં ફૂટપાથ પર સૂતેલી મહિલાની હત્યા કરી હતી. જેને લીધે તે જેલમાં કેદ હતો.
ઐતિહાસિક નિર્ણય! દેશને મળી શકે છે પ્રથમ સમલૈંગિક જજ, સુપ્રીમ કોર્ટે આ જજ માટે કરી ભલામણ
એક મીડિયા અહેવાલ મુજબ પોલીસે હત્યારાની મુંબઈ અને નવીમુંબઈ ફૂટપાથ, રેલ્વે સ્ટેશન પર શોધ કરી. ત્યારે તે માનખુર્દ રેલ્વે સ્ટેશનની બહાર મળી આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ કરતાં આરોપીએ હત્યાની કબૂલાત કરી હતી. આરોપીએ મહિલા સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ જ્યારે તેણીએ પ્રતિકાર કર્યો ત્યારે આરોપી તેણીની હત્યા કરીને નાસી ગયો. આરોપી ફૂટપાથ પર રહે છે અને કચરો ભેગો કરવાનું કામ કરે છે.
દરમિયાન જેજે માર્ગ પોલીસે ગયા મહિને એક સાયકો કિલરની ધરપકડ કરી હતી. કિલરે ભાયખલામાં ફૂટપાથ પર સૂઈ રહેલી એક વ્યક્તિના માથામાં સિમેન્ટનો પેવરબ્લોક ઘા કરી મારી નાખ્યો. તેના થોડા સમય બાદ જે.જે. ફ્લાયઓવર નીચે સૂઈ રહેલા એક માણસના માથામાં પથ્થર મારીને હત્યા કરી. તેનો મૃતદેહથી 100 મીટર દૂર બેસીને જમવા બેઠો હતો. પાંચ વર્ષ પહેલાં કુર્લામાં પુલ નીચે સૂઈ રહેલા એક વ્યક્તિની હત્યાના સંબંધમાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે જે.જે માર્ગ પોલીસે તેની ધરપકડ કરી હતી. જેલમાંથી છૂટ્યા બાદ તેણે દક્ષિણ મુંબઈમાં આશરો લીધો હતો. આ હત્યાઓ પાછળ કોઈ ઈરાદો ન હોવાનું જાણવા મળ્યું હતું.