Site icon News Continuous Bureau | Mumbai

આખરે સત્તાધીશો જાગ્યા- મુંબઈમાં મહાપુરુષોના ભીંત ચિત્રો ફરી રંગાયા

News Continuous Bureau | Mumbai

મુંબઈના પશ્ચિમ ઉપનગરના(Western Suburbs) છેવાડે આવેલા દહિસરમાં(Dahisar) એક ફ્લાયઓવરની (flyover) નીચે દેશના મહાપુરુષોના ભીંત ચિત્રો(Murals of great men of the country)(National leaders)  ખરાબ હાલતમાં હોવાના અહેવાલ ન્યુઝ કન્ટીન્યુઝમાં આવ્યા બાદ આખરે પાલિકા પ્રશાસન જાગ્યું છે. પાલિકાએ રાતોરાત આ પુલ નીચે સાફ-સફાઈ કરી છે. તેમ જ ભીંતચિત્રોને ફરી તેની પુનઃ રૂપમાં લઈ આવવામાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

આઝાદીના 75માં વર્ષે  "આઝાદી કા અમૃત મહોત્સવ"(Azadi ka Amrit Mahotsav)ની ઉજવણી ચાલી રહી છે. ત્યારે દહિસરમાં ફ્લાયઓવર નીચેના ભીંત ચિત્રોની કોઈ પણ શરમાઈ જાય એવી હાલત હતી. સ્થાનિક નાગરિક અને સામાજિક કાર્યકર્તા રાજેશ પંડયાએ મુંબઈ મહાનગરપાલિકા(BMC) સહિત મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીને(Mumbai Metropolitan Region Development Authority) સતત પત્ર લખીને ફરિયાદ કરી હતી. છેવટે પાલિકા પ્રશાસન જાગ્યું હતું.

સ્થાનિક નાગરિક અને સામાજિક કાર્યકર્તા રાજેશ પંડયાના(Rajesh Pandya) જણાવ્યા મુજબ દહિસરમાં આનંદ નગરમાં(Anand Nagar) આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવરની(Chhatrapati Shivaji Maharaj Flyover) નીચે બંને બાજુની ખુલ્લી જગ્યામાં સ્થાનિક બગીચો બનાવવામાં આવ્યો હતો. તેમાં પુલના દરેક થાંભલા પર, રાષ્ટ્રીય નાયકના(National Hero) નામ અને માહિતી સાથેના ચિત્રો પણ બનાવવામાં  આવ્યા હતા. બગીચાના ઉદ્ઘાટન બાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના કામ માટે બગીચાનો ઉપયોગમાં કરવામાં આવ્યો હતો. મેટ્રો રેલ શરૂ થઈ છે પરંતુ બગીચાની હાલતમાં કોઈ સુધારો થયો નહોતો. અહીં રહેલા મહાન હસ્તીઓના ફોટાઓની પણ દુર્દર્શા થઈ ગઈ હતી. સતત ફરિયાદ બાદ આખરે પાલિકાના આર-નોર્થ વોર્ડ દ્વારા ફલાયઓવર નીચે રહેલા કાટમાળ અને કચરાને હટાવી દેવામાં આવ્યો છે. અહીં રહેલા ખાડાને પૂરી દીધા છે. તેમ જ અહીં ફ્લાયઓવરની દીવાલ પર રહેલા ચિત્રોને પણ પાણીની સ્વચ્છ કરીને ફરી સજાવવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ફરી ગેંગસ્ટરોનો હાઉ- ફેરિયાઓ પાસેથી હપ્તાખોરીનો આતંક ફરી ફૂલ્યો ફાલ્યો

અહીં ઉલ્લેખનીય છે કે આ બગીચામાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ(Rani Lakshmibai of Jhansi), ભારત માતા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી(Father of Nation Mahatma Gandhi), લાલ બહાદુર શાસ્ત્રી(Lal Bahadur Shastri), સરદાર વલ્લભભાઈ પટેલ(Sardar Vallabhbhai Patel), વીર સાવરકર(Veer Savarkar), શહીદ ભગતસિંહ(Shaheed Bhagat Singh), લોકમાન્ય તિલક, ડૉ. બાબાસાહેબ આંબેડકર, માનનીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધી, રાષ્ટ્રપતિ ડૉ.અબ્દુલ કલામ, અવકાશયાત્રી કલ્પના ચાવલા, હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે, લોકોના નેતા ગોપીનાથ મુંડેના ચિત્રો દોરવામાં આવ્યા છે. ચિત્રકારો દ્વારા દોરવામાં આવેલી આ દિવાલોને માટી અને કાદવથી નુકસાન થયું હતું, જેમાં ચિત્રમાં કેટલાક મહાપુરુષોના ચિત્રો અને લેખિત માહિતી હતી.
 

APMC police vehicle theft એપીએમસી પોલીસે વાહન ચોરીના ૬ ગુના ભેદ ઉકેલ્યા ૨૦ વર્ષના બે રીઢા ચોર પકડાયા, તમામ મોટરસાઇકલ જપ્ત
Mule bank account racket મુંબઈમાં સાયબર ઠગાઈનું મોટું નેટવર્ક ઝડપાયું રૂ. ૭.૪૨ કરોડના કૌભાંડ સાથે જોડાયેલા ૨૨ ‘મ્યુલ બેંક એકાઉન્ટ’ પકડાયા, એકની ધરપકડ
Mahanagar Gas bill cyber fraud મહાનગર ગેસ બિલ અપડેટના બહાને લાખો પડાવતી સાયબર ગેંગ ઝડપાઈ, બેની ધરપકડ
Byculla police cyber crime arrest ભાયખલા પોલીસની ઉમદા કામગીરી મહિલાના ફોટો મોર્ફ કરીને સંબંધીઓને મોકલનાર ૩૮ વર્ષીય શખ્સ ઝડપાયો
Exit mobile version