ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૪ એપ્રિલ 2021
રવિવાર
મુંબઈ શહેર માટે રવિવારનો દિવસ ગોઝારો રહ્યો છે. એક તરફ જ્યાં રાજ્ય સરકાર મહારાષ્ટ્રમાં મીની lockdown લગાડવા સંદર્ભે ચર્ચા કરી રહી હતી ત્યારે બીજી તરફ ઉત્તર મુંબઈના દહીસર માં બનાવવામાં આવેલા jumbo કોવિડ સેન્ટર માં આગ લાગી.
આ આગ એટલી ભયાનક હતી કે એક હેંગર થી તે બીજા હેંગર ફેલાયેલી હતી. સારા નસીબે વાતના રહ્યા કે છેલ્લી ઘડીએ આશરે ૫૦ જેટલા કોરોના ના દર્દીઓ ને બીજી જગ્યાએ ખસેડી નાખવામાં આવ્યા. આ ઉપરાંત અનેક હેગર માં વીજળી બંધ કરી દેવી પડી.
ફરજ પર હાજર રહેલા સુરક્ષા અધિકારીઓએ પાણી અને અગ્નિ શામન વસ્તુઓની મદદથી આગને કાબુમાં લીધી. ત્યાર બાદ ફાયરબ્રિગેડના અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને આશરે ચાર જેટલી ગાડીએ ફાયર ફાઈટીંગ માં ભૂમિકા નિભાવી હતી.
એવું માનવામાં આવી રહ્યું છે કે આ આગ શોર્ટસર્કિટને કારણે થઈ હતી. સમયસર આગ કાબૂમાં આવી જતા લોકોએ રાહતનો દમ લીધો છે. કોઈપણ વ્યક્તિની મૃત્યુ કે પછી ઘાયલ થવાના સમાચાર નથી. ઉલ્લેખનીય છે કે ગત મહિને મુલુંડના સનરાઈઝ મોલમાં આવી આગ લાગી હતી જેમાં અનેક કોરોના ના દર્દીઓ ના જીવ ગયા હતા.
