Site icon News Continuous Bureau | Mumbai

ચોમાસામાં બહાર ચટર પટર ખાનારા મુંબઈગરા સંભાળજો- મુંબઈમાં ગેસ્ટ્રોના કેસમાં ધરખમ વધારો- જાણો વિગત

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

સ્વાદના શોખીનો અને બહારની પાણી પુરી(pani puri) સહિતના ચટપટી આઈટમ(Food item) ખાવાનો શોખ ધરાવતા મુંબઈગરા સંભાળજો. બહાર ખુલ્લામાં વેચાતા અને અનહાઈજેનિક પદાર્થ (unhygienic food) કારણે ગેસ્ટ્રો(Gastro) અને હેપેટાઈટીસ(Hepatitis) જેવી બીમારીનો ચેપ(Disease infection) લાગી શકે છે. મુંબઈમાં જૂન મહિનામાં ગેસ્ટ્રો અને હેપેટાઈટીસના કેસમાં વધારો થયો છે.

મુંબઈમાં ચોમાસાના(Monsoon) આગમન સાથે જ પાણીજન્ય કહેવાતી બીમારી ગેસ્ટ્રો, મલેરિયાના કેસમાં(Malaria case) વધારો થવાનું જોખમ હોય છે. જૂન મહિનાના માત્ર 26 દિવસમાં જ મુંબઈમાં ગેસ્ટ્રોના 456 કેસ નોંધાયા છે. તો હેપેટાઈટીસના 57 અને મચ્છર કરડવાથી થતા મલેરિયા 314 કેસ નોંધાઈ ચૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો : દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટના નામના પાટિયા મરાઠીમાં લખવા સામે વેપારીઓને મળશે વધારાનો સમય- હાઈકોર્ટના ઓર્ડર સામે FRTWAની સુપ્રીમ કોર્ટમાં અપીલ

કોરોનાની ચોથી લહેરનું(fourth wave of the corona) જોખમ વર્તાઈ રહ્યું છે. એમાં હવે ચોમાસાજન્ય બીમારીએ માથું ઉંચકતા પાલિકા પ્રશાસન પણ એલર્ટ થઈ ગઈ છે. મુંબઈમાં પહેલી જૂનથી 26 જૂન સુધીમાં મલેરિયાના 314, ગ્રૅસ્ટોના 456, હેપેટાઈટીસના 57, ડેન્ગ્યુના(Dengue) 33, લેપ્ટોના 11 સ્વાઈન ફ્લુના(Swine flu) 11 કેસ નોંધાઈ ચૂક્યા છે.
 

Mumbai Ketamine Drug Bust ડ્રગ સ્મગલિંગનો ચોંકાવનારો કીમિયો, ખાણીપીણીની સામગ્રીમાં ૩૭ કરોડનું કેટામીન છુપાવ્યું, તપાસ એજન્સીએ રંગેહાથ દબોચ્યા
Andheri Road Accident અંધેરીમાં પેટ્રોલ ટેન્કરે સ્કૂટરને ટક્કર મારતાં પરિણીતાનું કરુણ મોત, ચાલક સામે ગુનો દાખલ
Airoli Station Ticket Checking ઐરોલી સ્ટેશને રેલવેની ‘સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ’ વગર ટિકિટના ૨૬૬ પ્રવાસીઓ પાસેથી ₹૧.૦૭ લાખનો દંડ વસૂલાયો
Dead Rat Mysore Masala Dosa મુંબઈના બોરીવલીમાં રેસ્ટોરન્ટના મૈસૂર મસાલા ઢોસામાંથી નીકળ્યો મરેલો ઉંદર ગ્રાહકે નોંધાવી પોલીસ ફરિયાદ, મચ્યો હોબાળો!
Exit mobile version