Site icon

હેરાનગતિ માટે થઇ જાઓ તૈયાર- પાલિકાએ અંધેરીનો આ મહત્વપૂર્ણ બ્રિજ વાહનોની અવરજવર માટે કર્યો બે વર્ષ બંધ

News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાએ(Mumbai Municipal Corporation) અંધેરીના ગોખલે બ્રિજને(Gokhale Bridge, Andheri) ઓછામાં ઓછા બે વર્ષ સુધી વાહનોની અવરજવર(Vehicular movement) માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેનો એક ભાગ 2018 માં તૂટી પડ્યો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા,  

Join Our WhatsApp Community

મહત્વનું છે કે આ પુલ બંધ થવાથી ટ્રાફિક જામ(traffic jam) થશે કારણ કે તે પૂર્વ અને પશ્ચિમને જોડતો મહત્વપૂર્ણ પુલ છે અને તે ઉપનગરમાં સૌથી વ્યસ્ત માર્ગો પૈકીનો એક છે. તેથી BMCએ ટ્રાફિક પોલીસને પત્ર લખીને મુસાફરો માટે વૈકલ્પિક માર્ગો સૂચવવા કહ્યું છે.

BMC દ્વારા દર છ મહિને પુલનું નિરીક્ષણ કરવા માટે કન્સલ્ટન્સી ફર્મના સૂચન બાદ આ પગલું લેવામાં આવ્યું છે. કન્સલ્ટન્સી ફર્મે ગોખલે બ્રિજને બંધ કરવાનું સૂચન કર્યું છે કે તે વાહનોની અવરજવર માટે અસુરક્ષિત છે અને તેને તમામ ટ્રાફિક માટે બંધ રાખવાનું સૂચન કર્યું છે. 

આ સમાચાર પણ વાંચો : પિંજરામાં બંધ સિંહ સાથે સેલ્ફી લેવા માંગતો હતો વ્યક્તિ- જંગલના રાજા એ આ રીતે કરી તેની બેઈજ્જતી- જુઓ ફની વિડીયો – હસીને થઇ જશો લોટપોટ

પશ્ચિમી ઉપનગરોમાં દર 6 મહિને બ્રિજનું ઑડિટ કરવા માટે રાખવામાં આવેલા SCG કન્સલ્ટન્સી સર્વિસિસ દ્વારા સબમિટ કરાયેલા અહેવાલ મુજબ, હાલમાં કાર્યરત ગોખલે બ્રિજના ભાગમાં માળખાકીય તિરાડો છે અને સ્ટીલની અંદર પણ કાટ પડી ગયો છે. સપ્ટેમ્બરમાં નિરીક્ષણ પછી, SCG કન્સલ્ટન્સીએ ભલામણ કરી હતી કે ગોખલે બ્રિજને બંધ કરવામાં આવે.

એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ્સ), પી વેલારાસુએ નિર્ણયની પુષ્ટિ કરતા કહ્યું કે તેઓ તેની સાથેની સમસ્યાઓ સમજવા માટે બ્રિજ પર હતા, અને ઉમેર્યું કે ટ્રાફિક પોલીસે હવે વૈકલ્પિક માર્ગ શોધવો પડશે. ડેપ્યુટી ટ્રાફિક કમિશનરે મીડિયાને કહ્યું કે તેઓ આગામી થોડા દિવસોમાં પ્લાન સાથે તૈયાર થઈ જશે. 

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાને સાઉથ આફ્રિકાને 33 રને હરાવ્યું -પાકની જીત બાદ દિલચસ્પ થઈ સેમી ફાઈનલની જંગ- પોઈન્ટ ટેબલમાં થયો આ મોટો ફેરફાર

Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Exit mobile version