Site icon News Continuous Bureau | Mumbai

વાહ!! ગોરેગામથી-મુલુંડ ફક્ત માત્ર 20 મિનિટમાં પહોંચાશે, પૂર્વ અને પશ્ચિમ ઉપનગરનું અંતર ઘટશે BMCની આ યોજનાથી, ખર્ચશે આટલા કરોડ રૂપિયા.

Mumbai’s Next Big Infa Project To Cut Down Travel Time to Kharghar by 30 Minutes Through A Tunnel

મુંબઈ-થાણેથી ખારઘર સુધીની મુસાફરી હવે થશે સરળ, માત્ર 30 મિનિટમાં જ કપાશે અંતર.. જાણો શું છે માસ્ટર પ્લાન..

News Continuous Bureau | Mumbai 

મુંબઈની ટ્રાફિક સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયેલ મુંબઈગરા માટે મુંબઈ મહાનગરપાલિકા કોસ્ટલ રોડની સાથે જ ગોરેગામ-મુલુંડ લિંક રોડ બાંધી રહી છે. આ લિંક રોડ બંધાઈ ગયા બાદ પૂર્વ અને પશ્ચિમ ઉપનગર વચ્ચેનું એક કલાકનું અંતર માત્ર 20 મિનિટમાં કાપી શકાશે.

Join Our WhatsApp Channel

હાલ મુલુંડથી ગોરેગામ જતા ઓછામાં ઓછો એક કલાકનો સમય લાગે છે. અમુક સમયે પીકઅવર્સમાં તેનાથી પણ વધુ સમય જતો હોય છે. જોકે BMC પૂર્વ અને પશ્ચિમ ઉપનગરને જોડતો વધુ એક લિંક રોડ બાંધી રહી છે, જેને કારણે એક કલાકને બદલે મુલુંડથી ગોરેગામ 20 મિનિટમાં પહોંચી જવાશે. 

આ સમાચાર પણ વાંચો :કોંગ્રેસને મોડે મોડે જ્ઞાન લાદ્યુ… પાંચ રાજ્યોની ચૂંટણીમાં ધબડકા બાદ BMCની ચૂંટણી માટે કોંગ્રેસનો શિવસેના સાથે યુતિ કરવા મરણિયો પ્રયાસ; જાણો વિગતે

ગોરેગામ-મુલુંડ વચ્ચે બંધાઈ રહેલા 12.20 કિલોમીટર લાબા અને 45.70 મીટર પહોળા લિંક રોડના બાંધકામ પાછળ પાલિકા 8,137 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. લિંક રોડ માટે પાલિકાએ 2022-23ના બજેટમાં 13,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ અંતર્ગત બે ફ્લાયઓવર અને એક ટનલનું કામ ચાર વર્ષમાં પૂરું થયું બાદ તે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાશે. આ લિંક રોડમાં બે ટનલ બાંધવામાં આવવાની છે, એક ટનલ ગોરેમામ ફિલ્મ સીટીની નીચેથી તો બીજી ટનલ બોરીવલીમા નેશનલ પાર્ક નીચેથી નીકળવાની છે.

Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
GMLR Phase One Flyover મુંબઈગરાઓ માટે ગુડ ન્યૂઝ… દિંડોશીથી ફિલ્મસિટી હવે થશે ગણતરીની મિનિટોમાં કવર, ફ્લાયઓવરના લોકાર્પણની તૈયારીઓ તેજ.
Mumbai Monsoon Illness Guide ચોમાસુ ગયું, રોગચાળો લાવ્યું! મુંબઈમાં દર્દીઓમાં ૨૦ ટકા ઉછાળો, એક ક્લિકમાં વાંચો બચવાના અસરકારક ઉપાયો.
Kalyan Building Collapse કલ્યાણમાં મોટી દુર્ઘટના ટળી જર્જરિત ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી, વીડિયો વાયરલ.
Exit mobile version