News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ની હાર્બર લાઈન(Harbour line) આજે સવાર સવારના પીક અવર્સ દરમિયાન ખોરવાઈ ગઈ હતી, જેને કારણે સવારના સમયે મુંબઈગરાને ભારે હેરાનગતીનો સામનો કરવો પડ્યો હતો. કંટાળેલા પ્રવાસીઓના પાટા પર ચાલવાની નોબત આવી હતી.
#ગણેશભક્તો પર આવી મુસીબત. પીક અવર્સ દરમિયાન #મુંબઈની #હાર્બર લાઈન આ સ્ટેશન પર #ખોરવાઈ, મુસાફરોને ભોગવવી પડી હાલાકી. જુઓ #વિડીયો. #harbourline #mumbai #mumbailocal #technicalglitch #localtrain #servicedistrub #newscontinuous pic.twitter.com/O5edJbFHkN
— news continuous (@NewsContinuous) August 31, 2022
મિડિયામાં આવેલા અહેવાલ મુજબ સવારના સમયમાં હાર્બર રૂટ પરનો રેલવે વ્યવહાર(Train traffic) ખોરવાઈ ગયો છે. જેના કારણે સ્ટેશન પર મુસાફરો(Commutters)નો ધસારો જોવા મળ્યો હતો. સવારના વાશી(Vashi)થી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિસન (CSMT) જવા નીકળેલી 9.44 વાગ્યાની લોકલ ટ્રેન ટેકનિકલ ખામી(technical glitch)ને કારણે અચાનક બંધ પડી ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : ગણેશ ચતુર્થી ના શુભ અવસર પર આ રાશિના જાતકો પર હંમેશા બની રહે છે ભગવાન ગણપતિ બાપ્પાની કૃપા-જાણો તે ભાગ્યશાળી રાશિ વિશે
લાંબા સમય સુધી ટ્રેન પાટા પર ઊભી રહી હોવાને કારણે કંટાળેલા પ્રવાસીઓ ટ્રેક પર ચાલતા જોવા મળ્યા હતા. સવારના સમયમાં અનેક લોકો ખરીદી કરવા માટે તેમ જ ઓફિસ જવા નીકળ્યા હતા અને રેલ વ્યવહાર અચાનક ખોરવાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
રેલવે પ્રશાસનના કહેવા મુજબ સિગ્નલ સિસ્ટમ(Signel system)માં ખામીને કારણે આ લોકલ CSMT સ્ટેશન નજીક ઉભી રહી ગઈ હતી. ટેક્નિકલ ખામીના કારણે 40 થી 50 મિનિટ ટ્રેન પાટા પર જ ઊભી રહી હતી. મોડી પડેલી લોકલ હવે ફરી શરૂ થઈ છે.
આ સમાચાર પણ વાંચો : લાલબાગના ગણપતિના દર્શન લાઈવ – વિડીયો જોવા માટે ક્લિક કરો.