News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના(Maharashtra) લગભગ તમામ જિલ્લાઓમાં હવામાનમાં(weather) પલટો આવ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે. મુંબઈ, તેના ઉપનગરો, પુણે, નાસિક અને કોલ્હાપુર જિલ્લામાં વરસાદે ઝાપટાં પડ્યાં છે. તેમજ પાલઘર જિલ્લામાં(Palghar district) ચોમાસાની(Monsoon) શરૂઆત થઈ ગઈ છે. ચોમાસાના વિધિવત આગમન પહેલાના આ પ્રિમોન્સૂન વરસાદથી(premonsoon rains) ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી છે.
ભારતીય હવામાન વિભાગે(Indian Meteorological Department) આગાહી કરી છે કે આગામી એક-બે દિવસમાં ચોમાસું સમગ્ર મહારાષ્ટ્રમાં પહોંચી જશે. મુંબઈ સહિત ઘણા ભાગોમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. મુંબઈમાં મહત્તમ તાપમાન 34 અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. બપોર પછી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તો પુણેમાં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પડી શકે છે.
આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત-મુંબઈને મળ્યો સૌથી ભુલકણા શહેરનો ખિતાબ-જાણો મુસાફરો કેબમાં કઈ કઈ વસ્તુઓ ભૂલી જાય છે