Site icon

BMCને હાઈકોર્ટની ફટકાર, દુકાનદારોને મળ્યો ન્યાય. મુંબઈના આ વિસ્તારમાં તોડી પડાયેલી દુકાનોને આપવું પડશે 100 ટકા વળતર..  

News Continuous Bureau | Mumbai

મુંબઈના( Mumbai) દહિસર(dahisar) પરામાં ગેરકાયદે રીતે દુકાનો તોડી પાડનારી મુંબઈ મહાનગરપાલિકા(BMC)ને 100 ટકા વળતર આપવાનો બોમ્બે હાઈકોર્ટે(Bombay hgh court) આદેશ આપ્યો છે. તેમ જ ત્રણ વર્ષ સુધી તેમને થયેલા નુકસાન અને યાતના બદલ 25 ટકા નુકસાન ભરપાઈ(Compensation) કરવાનો આદેશ પણ કોર્ટે આપ્યો છે, સાથે જ હાઈકોર્ટે પાલિકાની આકરા શબ્દોમાં ઝાટકણી પણ કાઢી હતી.

Join Our WhatsApp Community

દહિસરમાં પાલિકાએ લગભગ 11 દુકાનો તોડી પાડી હતી. 2017માં આ દુકાનદારોએ(Shopkeepers) કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટમાં કરેલી અરજી મુજબ આ દુકાનો 20થી 80 ચોરસફૂટની હતી. તો બે દુકાનો 300 ચોરસ ફૂટની આસપાસ હતી. દુકાનો તોડી પાડતાં લગભગ 3 વર્ષ સુધી દુકાનદારોનો વ્યવસાય(Buisness) બંધ રહ્યો હતો અને તેમને ભારે નુકસાન થયું હતું.

હાઈકોર્ટે પાલિકાને નિર્દેશ આપીને અરજદારોને 20 જૂન, 2018 સુધીમાં તોડી પડાયેલી જગ્યા જેટલી જ જગ્યા ફાળવવાનો આદેશ આપ્યો હતો. ચોથી મેના આદેશમાં હાઈ કોર્ટે નોંધ્યું હતું કે પાલિકાએ તેમના આદેશનું પાલન કર્યું નથી. સુપ્રીમ કોર્ટના(Supreme court) આદેશ છતાં દુકાનદારોને ભારે રઝળપાટ કરવી પડી રહી છે.

આ સમાચાર પણ વાંચો:  શાબ્બાશ! માત્ર બે દિવસમાં વેસ્ટર્ન રેલવેમાં પોલીસે પકડી આટલાં ચોરટાઓ; પ્રવાસીઓનો કિંમતી માલ કર્યો જપ્ત…

પાલિકા એક યા બીજા બહાને આદેશનો અમલ કરવાનું ટાળી રહી છે. પાલિકાના આવા કારભારને કારણે જો આવું જ ચાલતું રહ્યું તો ન્યાયની પ્રક્રિયામાં લોકોને વિશ્વાસ રહેશે નહીં એવું પણ કોર્ટે નોંધ્યું હતું.

પાલિકાની આકરા શબ્દોમાં ઝાટકણી કરીને ચાર અઠવાડિયામાં દુકાનદારોને વળતર ચુકાવવાનો આદેશ આપ્યો હતો. જેમાં દુકાન ઉપરાંત આર્થિક વળતર ચૂકવવા કહ્યું હતું. સાથે જ આઠ ટકા વ્યાજ પણ ચૂકવવાનો આદેશ કોર્ટે આપ્યો હતો.
 

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version