Site icon

કાંદીવલી પોલીસની મોટી કાર્યવાહી- મામૂલી રકમમાં ધર્મ બદલીને બનાવટી આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ કર્યો પર્દાફાશ

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં નકલી દસ્તાવેજોને(fake documents) આધારે માત્ર બે હજાર રૂપિયામાં મુસ્લિમ સમુદાયના(Muslim community) લોકોને  હિન્દુ આધાર કાર્ડ(Hindu Aadhaar Card) તૈયાર કરી આપવામાં આવતું હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. કાંદિવલી પોલીસે (Kandivali Police) આ કૌભાંડ આચનારાની રંગે હાથે ધરપકડ કરી લીધી છે.

Join Our WhatsApp Community

કાંદિવલી પોલીસના કહેવા મુજબ  માત્ર બે હજાર રૂપિયામાં નકલી દસ્તાવેજો આધારે મુસ્લિમોનું ધર્માંતર (Conversion of Muslims) કરીને તેમને હિંદુ બનાવવા આવતા હતા. ત્યાર બાદ આ મુસ્લિમોને હિન્દુ નામે આધાર કાર્ડ બનાવવામાં આવતા હતા.  આ મામલાની માહિતી મળતાં જ પોલીસે છટકું ગોઠવીને આરોપીઓને ઝબ્બે કર્યા હતા.

પકડાયેલા આરોપીનું નામ મહેન્દ્ર કિશોર માનમોડે છે. આ આરોપીની ઉંમર 31 વર્ષ છે. પોલીસે માહિતી આપી છે કે આરોપી કાંદિવલી પૂર્વના અકુર્લી રોડનો(Akurli Road) રહેવાસી છે. હાલ પોલીસ દ્વારા પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે તેણે કેટલા લોકોના બનાવટી દસ્તાવેજોને આધારે હિન્દુઓના નામથી આધાર કાર્ડ બનાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  વાહનચાલકો માટે મહત્વના સમાચાર- આજે બે કલાક માટે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે આ કારણે રહેશે બંધ

કાંદિવલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સદાશિવ સાવંતે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી અનેક કોર્પોરેટરો અને શાળાના આચાર્યોના સીલ સહિત અન્ય દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આરોપી માત્ર બે હજાર રૂપિયા લઈને આ કામ કરતો હતો.

રસપ્રદ વાત એ છે કે પોલીસે એક ઈસમને નકલી મુસ્લિમ ગ્રાહક બનાવીને આરોપીને આધાર કાર્ડ બનાવવા માટે મોકલ્યો હતો. ત્યાર બાદ આ તમામ પ્રકરણ બહાર આવ્યું હતું.

પોલીસ ઇન્સ્પેક્ટર સદાશિવ સાવંતે માહિતી આપી હતી કે, આરોપીએ પોલીસે મોકલેલા નકલી ગ્રાહક પાસેથી રૂ. 2,000 લીધા અને નકલી દસ્તાવેજ બનાવી કાંદિવલી વેસ્ટમાં બેંક ઓફ બરોડા (Bank of Baroda) સ્થિત આધાર કાર્ડ સેન્ટરમાં જઈને મુસ્લિમ ગ્રાહકનું(Muslim customer) હિન્દી ભાષામાં(Hindi language) આધાર કાર્ડ બનાવ્યું હતું.

હાલમાં કાંદિવલી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેણે અત્યાર સુધીમાં કેટલા મુસ્લિમોને હિંદુ ધર્મ અપનાવ્યો છે તેની તપાસ ચાલી રહી છે. આ જ રીતે પોલીસે નકલી લેટર પેડ અને સ્ટેમ્પ(fake letter pads and stamp) બનાવીને કેટલા કોર્પોરેટરો, આચાર્યોએ નકલી દસ્તાવેજો બનાવ્યા છે તેની પણ તપાસ કરી રહી છે.
 

Vasudhaiva Kutumbakam: વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Exit mobile version