ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,1 જાન્યુઆરી 2022
શનિવાર.
ઓમાઈક્રોનના મુંબઈમાં વધી રહેલા કેસને પગલે મુંબઈની હોટલ, રેસ્ટોરા, બાર, પબ અને ડિસ્કોથેપ પર વધુ પ્રતિબંધ લાદવામાં આવવાના છે. તે મુજબ તમામ એસ્ટાબ્લિશમેન્ટને હવે તેમની આસાન ક્ષમતા(સિટીંગ કેપેસીટી) જાહેર કરવી પડશે. શુક્રવારે મોડી રાતે તેનો લગતો સર્ક્યુલર પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલએ બહાર પાડ્યો હતો.
હાલ હોટલ, પબ જેવા સ્થળ પર 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. છતાં અનેક ઠેકાણે નિયમનું ઉલ્લંઘન થતું હોવાનું જણાઈ આવ્યું છે. તેથી પાલિકાએ નવો સર્ક્યુલર બહાર પાડયો હતો. આ તમામ એસ્ટાબ્લિશમેન્ટને અગાઉન સર્કયુલર મુજબ રાતના 1.30 વાગ્યા સુધી વ્યવસાય કરવાની છૂટ હશે.
નવા વર્ષની ગુડ મોર્નિંગ બેડ ન્યૂઝ સાથે, મુંબઈમાં કોરોના નો પ્રચંડ એટલો કે લોકડાઉન ના ભણકારા :જાણો આજના તાજા આંકડા અહીં
પરંતુ તેમણે પોતાના ત્યાંની સિટીંગ કેપેસીટી જાહેર કરવી પડશે. બાર, પબ, ડિસ્કોથેપ, રેસ્ટોરાંના લાઈસન્સ પર સિટીંગ કેપેસીટી આપેલી હોય છે. તે સ્પષ્ટ રીતે દેખાય તે મુજબ લગાવવાનો પણ આદેશ આપ્યો છે.
