Site icon

શું ક્લીનઅપ માર્શલ તમારી પાસે માસ્ક ન પહેરવા બદ્લ દંડ વસૂલે છે. તો પછી આ વિગત તપાસી લ્યો. મુંબઈ મહાનગરપાલિકાને જાહેર કર્યો ટોલ ફ્રી નંબર.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,10 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર. 

મુંબઈમાં માસ્ક નહીં પહેરનારા તેમ જ સાર્વજનિક જગ્યા થૂંકનારા બેજવાબદાર નાગરિકો સામે પગલાં લેવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ક્લીન-અપ માર્શલ્સ તહેનાત કર્યા છે. પરંતુ દંડની રકમને લઈને કાયમ નાગરિકો અને ક્લીનઅપ માર્શલ્સ વચ્ચે વિવાદ થતો હોય છે. અમુક સમયે વિવાદ મારામારીથી લઈને પોલીસ ચોપડે સુધી પહોંચી જતો હોય છે. તેથી આ વિવાદને રોકવા પાલિકાએ હવે એક ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે.

પાલિકાએ ક્લીનઅપ માર્શલ્સ તથા નાગરિકો વચ્ચે થતા વિવાદને રોકવા નવી યોજના અમલમાં મૂકી છે. તે મુજબ  માસ્ક વગર ફરનારા અને થૂંકનારા લોકો સામે કાર્યવાહી કરવા નીમેલા ક્લીનઅપ માર્શલ્સ જ્યારે દંડ ફટકારે છે. તે સમયે નાગરિકોએ દંડની રકમ તેને આપવા પહેલા ક્લીનઅપ માર્શલ્સના યુનિફોર્મ પર સંબંધિત વોર્ડનું નામ અને નંબર છે કે નહીં તે તપાસી લેવો.

નવી મુંબઈમાં સસ્તા ઘરનું સપનું સાકાર કરવું છે. તો થઈ જાઓ તૈયાર. સિડકો 5,000 ઘરોની લોટરી કાઢી રહ્યું છે. જાણો વિગત અહીં..

ક્લીનઅપ માર્શલ્સના યુર્નિફોર્મ પર રહેલી વિગત તપાસ્યા બાદ જ નાગરિકોએ દંડની રકમ ભરવી અને પાવતી લેવી એવી અપીલ પાલિકાએ કરી છે. તેમ જ આ સંબંધમાં કોઈ ફરિયાદ હોય અથવા કોઈ શંકા હોય તો ટોલ ફ્રી નંબર 1800221916 નંબર પર ફોન કરવો એવી અપીલ પણ પાલિકા પ્રશાસને મુંબઈગરાને કરી છે.

Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
New Panvel: ન્યુ પનવેલમાં રિડેવલપમેન્ટ મીટિંગમાં લોહિયાળ જંગ: સેક્ટર-૧૪ માં બહારના શખ્સોએ રહીશો પર કર્યો હુમલો, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ
Mumbai Hit-and-Run: પરેલની વાડિયા હોસ્પિટલ પાસે કારની ટક્કરે અઢી વર્ષના માસૂમનું મોત, ચાલક ફરાર
Mob of Hawkers Attacks BMC Team: કાંદિવલીમાં ગેરકાયદે ફેરિયાઓનો આતંક: દબાણ હટાવવા ગયેલી BMCની ટીમ પર હિંસક હુમલો, સરકારી વાહનોમાં તોડફોડ.
Exit mobile version