Site icon News Continuous Bureau | Mumbai

બોરીવલી સ્ટેશનની બહાર કાયદાની ઐસી કી તૈસી. દિવસ-રાત ફેરિયાઓનો અડ્ડો. જુઓ ફોટા… શું કરે છે મહાનગરપાલિકા?

News Continuous Bureau | Mumbai

ગેરકાયદે ફેરિયાઓ(Illegal hawkers) સામે એક્શન લેવાના મુંબઈ મહાનગરપાલિકા(BMC) લાખ દાવા કરતી હોય પણ મુંબઈના મોટાભાગના રેલવે સ્ટેશન(railway station) બહારની પરિસ્થિતિ જુદી જોવા મળે છે. મોટાભાગના રેલવે સ્ટેશનની બહાર ફેરિયાઓએ ગેરકાયદે રીતે અડિંગો જમાવી દીધો છે, છતાં પાલિકા આંખ આડા કાન કરીને બેઠી હોવાની ફરિયાદ લોકો કરી રહ્યા છે.  બોરીવલી(વેસ્ટ)માં(Borivali) સ્ટેશન બહાર પણ પરિસ્થિતિ એવી જ કંઈ છે. સ્ટેશન બહારના પરિસરમાં સવારના સમયમાં મોટાભાગે શાકભાજીવાળા(Vegetable sellers) અડિંગો જમાવી બેસતા હોય છે. તો બપોર બાદ સ્ટેશન બહારના રસ્તા અને ફૂટપાથ પર ગેરકાયદે રીતે ફેરિયોએ કબજો કરી લીધો છે. લોકોને સ્ટેશનની બહાર નીકળીને ચાલવાની સુદ્ધા જગ્યા હોતી નથી એની અનેક વખત લોકો ફરિયાદ કરી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :   હેં!!! જાણીતી ટીવી ચેનલ કંપનીને મુંબઈના આ વિસ્તારમાં કરેલા ગેરકાયદે બાંધકામને મુદ્દે  BMCએ ફટકારી નોટિસ.જાણો વિગતે.

સાંજના પીક અવર્સ રસ્તા પર અને ફૂટપાથ પર બેઠેલા ફેરિયાઓ કારણ રાહદારીઓને ચાલવાની તો જગ્યા હોતી નથી પરંતુ સાથે જ વાહનો ચલાવવા પણ રસ્તા પર જગ્યા નથી. રોજ પીક અવર્સમાં આ ફેરિયાઓને કારણે રસ્તા પર ભયાનક ટ્રાફિકની સમસ્યા(Traffic problems) સર્જાતી હોય છે.

નવાઈની વાત એ છે કે બોરીવલી (વેસ્ટ)માં જ સ્ટેશન સામે પોલીસ સ્ટેશન પર છે. તો થોડા અંતરે જ પાલિકાની વોર્ડ ઓફિસ પણ છે, છતાં સ્ટેશન બહાર અડિંગો જમાવી બેઠેલા ફેરિયાઓ નો કોઈ વાળ વાંકો કરી શક્તુ નથી.

 

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version