ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 1 ડિસેમ્બર 2021
બુધવાર.
શિવસેના સંચાલિત મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાં અમુક મહત્વની ફાઈલ ગાયબ થઈ ગઈ હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. ભાજપના નેતા મિહિર કોટેચા દ્વારા ટ્વીટર પર તેને લગતી જાહેરાત કર્યા બાદ પ્રશાસન હરકતમાં આવી ગયું છે. ચોંકાવનારી વાત એ છે કે આ ફાઈલો સીધી મેયર કિશોરી પેડણેકરની ઓફિસમાંથી ગાયબ થઈ ગઈ છે. આ ફાઈલો ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીની દવાઓની ખરીદી સંબંધિત છે.
મુંબઈમાં કમોસમી વરસાદ, શિયાળામાં ચોમાસાનો માહોલ સર્જાયો, હવામાન વિભાગે જારી કર્યું આ એલર્ટ
ડેન્ગ્યુ અને મેલેરિયાની દવાઓની ખરીદી અંગેની એક મહત્વની ફાઈલ મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસન પાસે આઠ મહિના કરતાં વધુ સમયથી પેન્ડિંગ પડી છે. આ ફાઇલ અંગે છેલ્લા 14 મહિનામાં 18 વખત રિમાઇન્ડર મોકલ્યા હોવાનો દાવો ભાજપે કર્યો છે. જોકે, મુંબઈના મેયર કિશોરી પેડનેકર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. દવાને લગતો પ્રસ્તાવ મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટીમાં આવ્યો હતો. તે સમયે અચાનક જ રીતે મેયર ઓફિસમાંથી 30 નવેમ્બરે આ ફાઈલ ગાયબ થઈ હોવાનું સામે આવ્યું હતું.
