News Continuous Bureau | Mumbai
મુંબઈંમાં સતત બીજી વખત, મુંબઈ પોલીસે(Mumbai Police) વિસર્જન(Visarjan) દરમિયાન દુર્ગામાતાની મૂર્તિઓની(idols of Goddess Durga) ફોટોગ્રાફી )(Photography) અને ફોટા પ્રકાશિત કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. આ પ્રતિબંધ 5 થી 7 ઓક્ટોબર સુધી લાગુ રહેશે.
આ અગાઉ મુંબઈ પોલીસે 2019માં આ પ્રમાણેનો પ્રતિબંધ લાદ્યો હતો. આ આદેશ વિર્સજનના ત્રણ દિવસ દરમિયાન સમગ્ર બૃહદ મુંબઈ પ્રદેશમાં લાગુ થશે.
મુંબઈ પોલીસે 26 સપ્ટેમ્બરના બહાર પાડેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે વિસર્જનની ફોટોગ્રાફી, અડધી ડૂબી ગયેલી અથવા કિનારે પડેલી મૂર્તિઓની તસવીરો ક્લિક કરવા પર અથવા BMC કાર્યકરો દ્વારા ખંડિત થયેલી મૂર્તિના પુનઃ વિસર્જન માટે લઈ જવા દરમિયાન ફોટો કાઢવા પર પણ પ્રતિબંધ લાગુ પડે છે.
આ સમાચાર પણ વાંચો : નવરાત્રીમાં વિધર્મીઓને પ્રવેશ આપવો કે નહીં- મુંબઈ ભાજપના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢાએ આપ્યો જવાબ- જુઓ વિડિયો
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, "આવા ફોટોગ્રાફ્સ અથવા વિડિયો પ્રકાશિત કરવા અથવા ફેલાવવાથી લોકોની ધાર્મિક લાગણીઓને(religious sentiments) ઠેસ પહોંચી શકે છે અને જાહેર શાંતિ અને સુલેહ-શાંતિમાં ખલેલ પહોંચાડી શકે છે."
પ્રતિબંધનું ઉલ્લંઘન(Violation of prohibition) કરનારાઓને ફોજદારી કાર્યવાહી સંહિતા 1973 (1973 ના અધિનિયમ નંબર II) ની કલમ 144 હેઠળ સજા કરવામાં આવશે, બૃહદ મુંબઈ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ડીસીપી (ઓપરેશન્સ) સંજય લટકરે જણાવ્યું હતું.