ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ,6 જાન્યુઆરી 2022
ગુરુવાર.
મુંબઈમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે, ત્યારે પોલીસ ખાતામાં 24 કલાકમાં 71 પોલીસના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તો મુંબઈમાં અત્યાર સુધી 123 પોલીસ કર્મચારીના કોરોનાથી મૃત્યુ થયા છે.
મુંબઈ પોલીસ ખાતામાં બુધવારે નવા 71 પોલીસના રિપોર્ટ પોઝિટિવ આવતા અત્યાર સુધી પોલીસ ખાતાનો કોવિડ પોઝિટિવનો આંકડો 9,510 પર પહોંચી ગયો છે. હાલ 265 પોલીસ પર કોરોનાની સારવાર ચાલી રહી છે.
કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે ત્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈની સુરક્ષાની જવાબદારી સંભાળતા મુંબઈ પોલીસમાં પણ કોરોનાએ ફરી ઘુસણખોરી કરી છે. પોલીસ ખાતામાં અત્યાર સુધી 123 કર્મચારી ફરજ દરમિયાન કોરોનાનો ચેપ લાગતા મૃત્યુ પામ્યા છે.
