Site icon

અહો આશ્ચર્યમ… એક જ તળાવમાં દીપડો અને હરણ એકસાથે પાણી પીતા જોવા મળ્યા, કેમેરામાં કેદ થયો સુંદર નજારો.. જુઓ વિડીયો.. 

News Continuous Bureau | Mumbai 

જંગલ(forest)ના પોતાના નિયમો અને કાનૂન છે. જો તેનું પાલન ન કરવામાં આવે તો સંતુલન ખોરવાય છે. આ દિવસોમાં જંગલના એક વીડિયોએ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. જેમાં દીપડો(leopard) અને બે હરણ(deer) એક જ તળાવમાં પાણી પીતા જોવા મળે છે. વીડિયો જોઈને લોકોને આશ્ચર્ય થાય છે કે આખરે દીપડો હરણ પર હુમલો કેમ નથી કરી રહ્યો? લોકો સમજી શકતા નથી કે શિકારી પ્રાણી સામે હરણ જોઈને પણ કેવી રીતે શાંત છે. જુઓ વિડિયો-

Join Our WhatsApp Community

 

 

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બે નબળા પ્રાણીઓ અને એક હિંસક પ્રાણી એક જ તળાવનું પાણી ખૂબ શાંતિથી પી રહ્યા છે. વીડિયો જોઈને એવું લાગતું નથી કે દીપડાને તે હરણોને પોતાનો શિકાર બનાવવામાં રસ છે. સાથે જ સૌથી આશ્ચર્યની વાત એ છે કે હરણને દીપડાથી કોઈ પ્રકારનો ડર દેખાતો નથી. આ વીડિયોએ ઈન્ટરનેટ યૂઝર્સને આશ્ચર્યચકિત કરવાની સાથે સાથે વિચારમાં પણ મૂકી દીધા છે.

આ સમાચાર પણ વાંચો : હદ થઈ ગઈ! એમેઝોન પર વેચાઈ રહી છે ગોવર્ધન પર્વતની પવિત્ર શિલાઓ, મથુરા પોલીસ પ્રશાસન આવ્યું હરકતમાં.. જાણો વિગતે.

આ વીડિયો IAS ઓફિસર સુરેન્દ્ર મહેરા(IAS officer Surendra Mehra)એ પોતાના ઓફિશીયલ ટ્વિટર(twitter) એકાઉન્ટ પરથી શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હરણ ડર્યા વગર ચિત્તા સાથે પાણી પી રહ્યું છે. આ દરમિયાન ન તો હિંસક પ્રાણી લોભમાં જોવામાં મળે છે અને ન તો શિકારને ડરમાં. આ વિડીયો શેર કરતા ઓફિસરે કેપ્શનમાં લખ્યું કે, ‘જંગલી પ્રાણીઓ ક્યારેય રમત માટે મારતા નથી’. આનો અર્થ એ છે કે જંગલી પ્રાણીઓ રમત માટે શિકાર કરતા નથી.

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version