Site icon

સોનાના દાગીના આંચકી ભાગી જનારો ચોરટો પકડાયો- બોરીવલી એમ એચ બી પોલીસની ઉલ્લેખનીય કામગીરી-જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

 રસ્તે ચાલનારા રાહદારીઓ સોનાના દાગીના(Gold jewelry) આંચકી ભાગી છૂટનારા રીઢા ગુનેગારનો પીછો કરીને તેને પકડી પાડવામાં બોરીવલીની(Borivali) એમ.એચ.બી. પોલીસ(M.H.B. Police)  સફળ રહી છે. એમ.એ.બી. પોલીસ સ્ટેશનના(police station) સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુધીર કુડાળકરના નેતૃત્વમાં ક્રાઈમ બ્રાન્ચની(Crime Branch) યુનિટને આ સફળતા મળી છે.

Join Our WhatsApp Community

બોરીવલીના વિસ્તારમાં ચોરી અને રસ્તે ચાલનારાઓના સોનાની ચેન(Gold chain) અને મંગળસૂત્ર(Mangalsutra) આંચકી જવાના બનાવ વધી ગયા હતા. તેથી પોલીસે તપાસ ચાલુ કરી હતી. એ દરમિયાન પોલીસને મળેલી ટીપ મળી હતી. એમ.એચ. બી. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ યુનિટના પોલીસ સબ ઇન્સ્પેકટર સંદીપ સાળવે, પોલીસ સબ ઇન્સ્પેકટર ડો.દિપક હિંડે, પોલીસ હવાલદાર શિંદે, પોલીસ હવાલદાર ખોત, પોલીસ હવાલદાર જોપળે, પોલીસ સિપાઈ, સવળી, પોલીસ શિપાઈ બાબર, પોલીસ શિપાઈ ફરડેની એક ટીમ તૈયાર કરી હતી. તપાસ દરમિયાન આ પદ્ધતિએ ગુનો કરનારા આરોપીઓની તપાસ કરી હતી, જેમા તેમને મળેલી ટીપને આધારે  25 વર્ષના કાસિમ મુક્તાર ઈરાનીની થાણે જિલ્લાના કલ્યાણ-આંબીવલીમાં પહોંચી ગયા હતા. ત્યાં તે ભાગી છૂટે તે પહેલા ત્યાંથી તેને પકડી પાડ્યો હતો. તે કલ્યાણના આંબીવલીમાં પાટીલ નગરમાં રહે છે. તેના માથા પર જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અનેક ચોરી અને સોનાના દાગીનાની ચોરીના અનેક ગુના નોંધાયા છે. 

આરોપીના માથા પર અનેક ગુના નોંધાયા છે.  તેને અન્ય ગુના હેઠળ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો  હતો ત્યારબાદ કોર્ટમાંથી તેનો કબજો 17 જૂનના લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેણે 21 જૂનના આપેલા નિવેદન મુજબ ગુનો આચરવામાં વાપરવામાં આવેલી જૂની લગભગ 70,000 રૂપિયાની કિંમતની મોટરબાઈક અને લગભગ 17 ગ્રામ વજનનું 75,000 રૂપિયાનું ચોરી કરેલું મંગલસૂત્ર જપ્ત કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ- કોંકણ સહિત મહારાષ્ટ્રમાં વરસાદને લઈને કરવામાં આવી આ આગાહી- જાણો કયારે પડશે વરસાદ

 તેની પકડી પાડવાની કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર બોંબે, પોલીસ હવાલદાર તાવડે, પોલીસ હવાલદાર જોપળે, પોલીસ નામદાર પરીટ, પોલીસ નામદાર દેવકર, પોલીસ સિપાઈ આહેરેનો સમાવેશ થાય છે. તેને પકડી પાડીને સિનિયર પોલીસ ઈન્સપેકટર સુધીર કુડાળકર તેમ જ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી સચિન શિંદે સમક્ષ તેને હાજર કરવામા આવ્યો હતો. એ સમયે તેણે એમ.એચ.બી. પોલીસ સ્ટેશન, દહિસર, બોરીવલી સહિત મુંબઈના અન્ય વિસ્તારમાં ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી..

આ કાર્યવાહીમાં મુંબઈ નોર્થ રીઝનલ ઝોનના(Mumbai North Regional Zone) એડીશન પોલીસ કમિશનર(Additional Police Commissioner), વિશાલ ઠાકુર ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન 11, ધમેન્દ્ર કાંબળે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર, બોરીવલી વિભાગ, એમ.એચ.બી. પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર સુધીર કુડાળકર, ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર સચિન શિંદેના માર્ગદર્શનમાં ક્રાઈમ બ્રાન્ચ યુનિટના પોલીસ સબ ઇન્સ્પેકટર સંદીપ સાળવે અને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર ડો.દિપક હિંડે, પોલીસ હવાલદાર શિંદે, પોલીસ હવાલદાર ખોત, પોલીસ હવાલદાર જોપળે, પોલીસ સિપાઈ, સવળી, પોલીસ શિપાઈ બાબર, પોલીસ શિપાઈ ફરડેએ પાર પાડી હતી.
 

આ સમાચાર પણ વાંચો : શહેર તરફ જનારાઓ સાવધાન- ગોરેગાંવ તરફ જતો હાઇવે એક્સીડંટને કારણે થયો ધીમો- જુઓ ફોટોગ્રાફ

Karishma Sharma: રાગિની એમએમએસ રિટર્ન્સ’ ફેમ એક્ટ્રેસ કરિશ્મા શર્માએ ચાલુ ટ્રેનમાંથી કૂદી, માથામાં થઈ ઇજા
Girgaum Robbery: મુંબઈમાં આંગડિયા કર્મચારી અને ડ્રાઈવરને બંધક બનાવી ગિરગામમાં 2.70 કરોડની લૂંટ
Lalbaugcha Raja: ભક્તોએ આસ્થા સાથે હરાજીમાં રેકોર્ડ ખરીદી કરી અને બિજી તરફ મોબાઈલ ચોરો પકડાયા
BMC: મંત્રાલય નજીક પાણીની પાઇપલાઇનમાં મોટું લીકેજ, રસ્તાઓ બંધ, બસ સેવાઓ પ્રભાવિત
Exit mobile version