Site icon

શિંદે ગ્રુપનું મિશન BMC- ગુજરાતીઓ મતદારોને આકર્ષવા આ ધારાસભ્યએ નવરાત્રીમાં ગરબા રમવાની મંજૂરીને લઈને કરી આ માંગણી

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai) મહાનગરપાલિકાની ચૂંટણી (BMC Electionનજીક છે, ત્યારે ભાજપ (BJP)ની મોટી વોટ બેંક કહેવાતા ગુજરાતી મતદારોને આકર્ષવા માટે હવે તમામ પક્ષો અત્યારથી કમર કસી રહ્યા છે, તેમાં હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde Groupગ્રુપ પણ જોડાઈ ગયું છે. શિવસેના(Shivsena) સામે બળવો કરીને શિંદે ગ્રુપમાં જોડાઈ ગયેલા પ્રકાશ સુર્વે(Prakash Surveyમુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખીને નવરાત્રીમાં મોડી રાત સુધી ગરબા રમવાની મંજૂરી માગી છે. 

Join Our WhatsApp Community

માગાઠાણે વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રકાશ સુર્વેએ મુખ્ય પ્રધાન શિંદેને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે નવરાત્રીમા રાતના 12 વાગ્યા સુધી ગરબા-દાંડિયા રમવાની છૂટ આપવાની માગણી કરી છે.

આ સમાચાર પણ વાંચો : હેરાનગતિ માટે તૈયાર થઈ જાઓ- આ તારીખથી ટેક્સી-રિક્ષાવાળાઓ બેમુદત હડતાળ પર – જાણો શું છે કારણ

પત્રમાં પ્રકાશ સુર્વેએ લખ્યું છે કે  રાજ્યમાં શિંદે અને ફડણવીસની સરકાર આવ્યા બાદ તમામ તહેવારો પ્રતિબંધ મુક્ત ઊજવાઈ રહ્યા છે. દહીહાંડી અને ગણેશોત્સવની ઉજવણી માં કોઈ પ્રતિબંધ રહ્યા નહોતા. ત્યારે હવે નવરાત્રી પણ પ્રતિબંધ મુક્ત હોવી જોઈએ.

સોમવાર 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર, 2022 સુધીના નવા દિવસ  રાજ્યમાં તથા મારા ઉત્તર મુંબઈમાં ઠેકઠેકાણે નવરાત્રીમાં ગરબા અને દાંડિયાનું આયોજન કરવામાં આવ્યું છે, તમામ જાતિના લોકો તેમાં જોડાય છે. ગુજરાત, રાજસ્થાનમાં નવ દિવસ રાતના 12 વાગ્યા સુધી ગરબા-દાંડિયાની મંજૂરી આપવામાં આવે છે. તેવી જ પરવાનગી મહારાષ્ટ્રમાં પણ તમે આપો એવી માગણી પ્રકાશ સુર્વેએ એકનાથ શિંદેને પત્રમાં કરી છે.

આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી કેસમાં આજે આવશે ચુકાદો- વારાણસીમાં કડક સુરક્ષા- જિલ્લા પ્રશાસને લીધો આ મોટો નિર્ણય

Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Amit Satam: અમિત સાટમનો ખુલાસો: વિવાદાસ્પદ ‘ખાન’ નિવેદન પર સ્પષ્ટતા, વિપક્ષ પર સાધ્યું નિશાન .
Exit mobile version