Site icon News Continuous Bureau | Mumbai

ધોળો હાથી સાબિત થયેલી મોનોરેલને ખોટમાંથી બહાર કાઢવા સરકાર ભરશે હવે આ પગલું, જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 17 નવેમ્બર  2021 
બુધવાર. 

મુંબઈગરાનો પ્રવાસ સુવિધાજનક બનાવવા માટે ચાલુ કરવામાં આવેલી મોનોરેલ સરકાર માટે ધોળો હાથી સાબિત થઈ છે. મુંબઈગરા માટે લોન્ચ કરવામાં આવી ત્યારથી તે સતત ખોટમાં જ રહી છે. મોનોરેલને નુકસાનીમાંથી બહાર લાવવા માટે સરકારે હવે તેનો રૂટ લંબાવવાનો નિર્ણય લીધો છે. જે હેઠળ મોનોરેલ હવે સંત ગાડગે મહારાજ ચોકથી મેટ્રો-3 રેલના મહાલક્ષ્મી સ્ટેશન સુધી લંબાવાશે.
મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા દેશની પહેલી મોનોરેલ ચેંબુરથી વડાલા વચ્ચે ચાલુ કરવામાં આવી હતી. આ બંને સ્ટેશન વચ્ચે 2014માં પહેલી મોનોરેલ દોડી હતી. બીજા તબક્કામાં સંત ગાડગેથી સાત રસ્તા વચ્ચે 2019માં ચાલુ થઈ થઈ હતી. જોકે શરૂઆતથી  તેના રૂટને કારણે પ્રવાસીઓનો મોળો રિસ્પોન્સ મળ્યો હતો.

Join Our WhatsApp Channel

મુંબઈગરાનો રેલવે પ્રવાસ થશે વધુ સુવિધાજનક: નવો ફૂટઓવર બ્રિજથી લઈને એસી વેઇટિંગ રૂમ જેવી સુવિધાઓ ખુલ્લી મુકાઈ, જાણો વિગત.

Bandra Demolition Threat Case પાકિસ્તાની નંબરથી મળેલી ધમકીનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે સતારામાંથી આરોપીને દબોચ્યો, PoK લિંકથી તપાસ તેજ!
Borivali Investment Scam રોકાણના નામે વૃદ્ધા સાથે ₹૪૭ લાખની ઠગાઈ ૩ મહિનાથી ફરાર આરોપી જેલભેગો, કસ્તુરબા માર્ગ પોલીસને મળી સફળતા
Thane Wanted Housebreaker ઘરફોડ ચોરીના ૧૫ ગુનામાં વોન્ટેડ રીઢો ગુનેગાર ૩ વર્ષ પછી ગુજરાતમાંથી ઝડપાયો થાણે ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા
Khar Modeling Sex Racket Busted ખારમાં મોડલિંગની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું મહિલા દલાલની ધરપકડ, પોલીસે સંઘર્ષ કરતી મોડલને કરાવી મુક્ત
Exit mobile version