News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)માં લાંબા સમયથી શિવસેના અને એમએનએસ(shiv sena and MNS) વચ્ચે પોસ્ટરબાજી (poster war)ચાલી રહી છે. હવે ફરી એક વખત એમએનએસે(MNS) મુંબઈના દાદરમાં શિવાજી પાર્ક (Dadar Shivaji Park)વિસ્તારમાં મીનાતાઈ ઠાકરેની પ્રતિમાની સામે પોસ્ટર લગાવ્યા છે, તેને કારણે શિવસૈનિકોમાં ઉશ્કેરાઈ ગયા છે.
મસ્જિદમાં લાઉડસ્પીકર સામે હનુમાન ચાલીસા(Hanuman Chalisa) વગાડવાનો વિવાદ ઊભો કરનારા MNS પ્રમુખ રાજ ઠાકરેએ હવે તેઓ અયોધ્યા(Ayodhya) મુલાકાતે જવાના હોવાની જાહેરાત કરી છે. તેની પૃષ્ઠભૂમિ પર, MNS દાદર વિસ્તારમાં ઠેર ઠેર પોસ્ટર અને બેનરો લગાવી દીધા છે.
રાજ ઠાકરે(Raj Thackeray) 5 જૂને અયોધ્યા જવા રવાના થવાના છે. આ અગાઉ મુખ્ય પ્રધાન(CM) અને શિવસેના પક્ષ (Shiv Sena chief)પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સહિત રાજ્યના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે(Aditya Thackeray) પણ અયોધ્યા જવાની જાહેરાત કરી ચૂક્યા છે. હવે રાજ ઠાકરે(Raj Thackeray)એ અયોધ્યા જવાની જાહેરાત કરી છે. તેથી એમએનએસે દાદરમાં ઠેર ઠેર બેનર લગાવી દીધા છે, તેમાં જોકે શિવાજી પાર્કમાં મીનાતાઈ ઠાકરેના પૂતળા પાસે રાજ ઠાકરેનું મોટું પોસ્ટર લગાડવામાં આવ્યું છે, જેમાં રાજ ઠાકરે ભગવા કપડામાં દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત બેનર પર 'રાજ તિલક કી કરો તૈયારી, આ રહે હૈં ભગવાધારી' એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. સાથે જ બેનર પર લોકોને પણ 'અયોધ્યા આવો, અમે જઈ રહ્યા છીએ, તમે પણ આવો' એવી અપીલ કરવામાં આવેલી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાની બીજી લાઈફલાઈન ખોરવાઈ, સળંગ બીજા દિવસે બેસ્ટની બસને લાગ્યો બ્રેક; જાણો વિગતે
અત્યાર સુધી મરાઠી માણુસના નામે રાજકારણ કરનારા રાજ ઠાકરે હવે ધીમે ધીમે હિંદુત્વના મુદ્દે ઢળી રહ્યા છે. તેની સામે શિવસેના અને ભાજપ વર્ષોથી હિંદુત્વને નામે પોતાનું અસ્તિત્વ જમાવીને બેઠા છે.
