Site icon

બોરીવલીના ફ્લાયઓવરને ખુલ્લો મુકવાને લઈને ઉત્તર મુંબઈના સાંસદે BMC કમિશનરને આપી દીધી આ ચેતવણી.. જાણો વિગતે.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ઉત્તર મુંબઈ(north mumbai)ના બોરીવલી(પશ્ચિમ)માં વિસ્તારીત કરાયેલો જનરલ કરિઅપ્પા ફ્લાયઓવરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. છતાં તેને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં મુંબઈ મહાનગરપાલિકા (BMC)તરફથી વિલંબ કરવામાં આવી રહ્યો છે. તેની સામે ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટી(MP Gopal Shetty)એ પાલિકા કમિશનર શ્રી ઈકબાલ સિંહ ચહલ(BMC commissioner Iqbal Singh Chahal)ને પત્ર લખીને ચેતવણી આપી છે, કે જો આ પુલ તમે ખુલ્લો નહીં મુક્યો તો અમે તેને ટ્રાફિક માટે ખુલ્લો મુકી દઈશું.

પાલિકા કમિશનરને લખેલા પત્રમાં ગોપાલ શેટ્ટીએ માંગણી કરી છે કે બોરીવલી (પશ્ચિમ) સ્થિત એક્સટેન્ડેડ જનરલ કરિઅપ્પા ફ્લાયઓવરનો(kariappa Flyover) ઉદ્ઘાટન સમારોહ(Inaugration Ceremony) 15મી મેના રોજ મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray) અને વિપક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ની હાજરીમાં યોજવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો : શોકિંગ!!!! ઓનલાઇન લોન સ્કેમે લીધો યુવકનો ભોગ, મોર્ફ કરીને ન્યુડ ફોટો વાયરલ થતા મલાડમાં યુવકની આત્મહત્યા. જાણો વિગતે.

ગોપાલ શેટ્ટીએ કહ્યું હતું કે “છેલ્લા અઢી વર્ષમાં, બોરીવલી પશ્ચિમથી પૂર્વમાં વેસ્ટર્ન એક્સપ્રેસ વેને જોડતો બ્રિજ ટ્રાફિક જામનો સામનો કરી રહ્યો છે. હવે જ્યારે આ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે, ત્યારે તેને જાહેર જનતા માટે ખુલ્લો મુકી દેવાથી ટ્રાફિકની સમસ્યા દૂર થશે અને લોકોને પણ રાહત થશે.

ગોપાલ શેટ્ટીએ કમિશનરની સાથે તમામ સંબંધિત અધિકારીઓને લખેલા પત્રમાં ચેતવણી આપી છે કે "તમે 15મી મેના રોજ આ વિસ્તૃત જનરલ કરિઅપ્પા ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરો, અન્યથા હું સામાન્ય જનતાની સુવિધા માટે સામાન્ય લોકોની ભાગીદારી સાથે ટ્રાફિક માટે ખોલી નાખીશ. તેમણે આ પત્રની કોપી પાલિકાના ઝોન 7ના ડેપ્યુટી કમિશનર શ્રીમતી ભાગ્યશ્રી કાપસે અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર આર/સેન્ટ્રલ શ્રી વકાર જાવેદ હાફીઝને પણ મોકલી છે.
 

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version