Site icon

BMC લાગી ગઈ કામે, મુંબઈના ૨૩૬ વોર્ડની ફેરરચનાનો મુસદો થશે અઠવાડિયામાં તૈયાર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર.

મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં મુંબઈગરા 236 નગરસેવકોએ માટે મતદાન કરશે. લોકસંખ્યાને આધારે મુંબઈ મહાનગરપાલિકાના નગરસેવકોની સંખ્યા વધારવામાં આવી છે. રાજ્ય સરકારે શુક્રવારે  ગર્વમેન્ટ રિઝોલ્યુશન બહાર પાડ્યો હતો. હવે પાલિકા ૨૩૬ વોર્ડની ફેરરચનાનો ડ્રાફ્ટ કરશે. અઠવાડિયામાં ડ્રાફટ તૈયાર કરીને ચૂંટણી પંચને મોકલે. એ પછી વોર્ડના રિર્ઝવેશનને લગતી લોટરી બહાર પાડવામાં આવશે. તેના પર સજેશન ઓબ્જેકશન પ્રક્રિયા પાર પડશે. આ તમામ પ્રક્રિયામાં વધુ એક મહિનાનો નીકળી જશે. તેથી મુંબઈ મહાનગરપાલિકાની 2022ની ચૂંટણી મોડી થાય એવી શક્યતા છે. 

Join Our WhatsApp Community

મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની સંખ્યા હવે ૨૨૭ વોર્ડથી વધીને 236 થશે. મુંબઈની લોકસંખ્યા વધી જવાથી વોર્ડની ફેરરચના થઈ છે. સરકારે જીઆર બહાર પાડ્યા બાદ હવે હવે તમામ વોર્ડનું ફરી સીમાંકન થશે. પછી સુધારિત મસુદો તૈયાર કરાશે. લોકસંખ્યાને આધારે હવે પૂર્વ ઉપનગરમાં ચાર અને પશ્ચિમ ઉપનગરમાં પાંચ વોર્ડ વધી જશે. 

 

 હવે મુંબઈ માં મેટ્રો- વનમાં પ્રવાસ કરવા કોવિડ રસીના ૨ ડોઝ ફરજિયાત

વોર્ડની ફેરરચનાને લગતો જીઆર પાલિકાને સરકારે મોકલી દીધો છે.  તે પ્રમાણે તૈયાર કરવામાં આવેલો ડ્રાફ્ટ રાજ્યના ચૂંટણી પંચને  અઠવાડિયામાં મોકલાશે. કોવિડને કારણે  ૨૦૨૧માં  જનગણના થઈ શકી નથી. તેથી ૨૦૧૧ની જનગણનાના આધારે વોર્ડની ફેરરચના કરવામાં આવશે. ચૂંટણી માટે મતદારોની યાદી તૈયાર કરવાથી લઈને સેન્ટરોની તૈયારીનું કામ પાલિકા કરી રહી છે.

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version