Site icon

મુંબઈના વોર્ડની પુર્નરચના સામે ભાજપ બાદ હવે કોંગ્રેસ ચઢાવી બાયો, કોંગ્રેસ જશે કોર્ટમાં.. જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં(Maharashtra) મહાવિકાસ આઘાડી(Mahavikas aghadi) માં બધું સમુસુતરું હોય એવું જણાતું નથી. સ્થાનિક ચૂંટણીમાં(Elections) રાષ્ટ્રવાદી કોગ્રેસે(NCP) ભાજપ(BJP) સાથે યુતિ કરતા કોંગ્રેસને(Congress) ફટકો પડયો હતો. તેનાથી નારાજ કોંગ્રેસ હવે મુંબઈમાં વોર્ડ પુનઃરચનાને(Ward Reconstruction) લઈને શિવસેના(Shivsena) સામે નારાજગી વ્યક્ત કરી છે. અગાઉ ભાજપે વાંધો ઉઠાવ્યા બાદ હવે કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ(Nana patole) એવો આક્ષેપ કર્યો છે કે વોર્ડની પુનઃરચના પોતાની સુવિધા મુજબ કરવામાં આવી છે. 

મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી(BMC Elections) પહેલા કરવામાં આવેલ વોર્ડ પુનઃરચના સામે ભાજપે અગાઉ વાંધો ઉઠાવ્યો હતો. જો કે હવે મહારાષ્ટ્રમાં સત્તામાં રહેલી કોંગ્રેસે પણ નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ(Region President) નાના પટોલેએ આરોપ લગાવ્યો છે કે વોર્ડની  પુનઃરચના સુવિધા મુજબ કરવામાં આવી છે.

નાના પટોલેએ કહ્યું હતું કે જ્યારે ત્રણ પક્ષોની સરકાર હોય ત્યારે તમામ પક્ષોએ સાથે મળીને વોર્ડ બનાવવો જોઈએ. જો તમારો સાથી તમારી સાથે રહીને તમને નુકસાન પહોંચાડતો હોય તો તે યોગ્ય નથી, તેથી અમારા સ્થાનિક કાર્યકરોમાં નારાજગી છે. અમે પુણે સહિત ઘણી જગ્યાએ કોર્ટમાં ગયા છીએ. કારણ કે જે રીતે વોર્ડની રચના થઈ છે તે ખોટી છે. અમારી માંગ બે વોર્ડની હતી પરંતુ ત્રણ સભ્યોનું વિભાજન કરવામાં આવ્યું છે. મુંબઈ, પુણેમાં મહાવિકાસ અઘાડીના કેટલાક પક્ષોએ પોતાની અનુકૂળતા મુજબ વોર્ડ બનાવ્યા છે. નાના પટોલેએ કહ્યું કે, અમે આ મામલે ન્યાય મેળવવા માટે કોર્ટમાં મામલો ઉઠાવીશું.

આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ પાણી સાચવીને વાપરજો.. મુંબઈના પૂર્વ ઉપનગરમાં આ વિસ્તારોમાં આજે 24 કલાક માટે પાણી પુરવઠો ખંડિત થશે. જાણો વિગતે..

અહી ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે 227ને બદલે 236 વોર્ડ હશે. ચૂંટણી પંચ દ્વારા એક પરિપત્ર બહાર વોર્ડની નવી સીમાઓ જાહેર કરવામાં આવી છે. દરેક વોર્ડ કેવો હશે તેની વિગતો આ પરિપત્રમાં આપવામાં આવી છે. વોર્ડ નંબર, સ્થળની કુલ વસ્તી જાહેર કરવામાં આવી છે. તે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તીની માહિતી પણ છે.
 

Naman Xana Mumbai: ૭૦૦ કરોડનું એક ઘર! મુંબઈના આ ટાવરમાં એવું તે શું છે કે અબજોપતિઓ લગાવી રહ્યા છે લાઈન? ભારતની સૌથી મોંઘી ડીલ
Dadar Station: મુંબઈના દાદર સ્ટેશન પાસે હાઈવોલ્ટેજ ડ્રામા: એક બિલ્ડિંગ પરથી બીજી પર કુદકા મારતા વ્યક્તિ ને કારણે અફરાતફરી, ૨ કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Exit mobile version