Site icon News Continuous Bureau

શોકિંગ!!!! નેશનલ પાર્કની નદીમાં તરવા ઉતરના યુવકનું ડુબીને મૃત્યુ થયું… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

બોરીવલીમાં સંજય ગાંધી નેશનલ પાર્કમાં આવેલી નદીમાં તરવા ગયેલા 32 વર્ષના યુવકનું ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનો આઘાતજનક બનાવ બન્યો હતો.

Join Our WhatsApp Community

પોલીસના જણાવ્યા મુજબ યુવક નેશનલ પાર્કમાં આદિવાસી પાડામાં રહેતા તેના મિત્રને મળવા ગયો હતો. આ દરમિયાન તે યુવક નેશનલ પાર્કમાં આવેલા બોટિંગ લેકમાં તરવા માટે ઉતર્યો હતો અને આ બનાવ બન્યો હતો. 

આ સમાચાર પણ વાંચો :  સાંતાક્રુઝની આ સ્કૂલના બસ ડ્રાઈવરે વાલીઓના જીવ કરી નાખ્યા અધ્ધરતાલ, આટલા કલાકે ભાળ મળી વિદ્યાર્થીઓની; જાણો શું છે સમગ્ર મામલો

યુવક એક કેબલ કંપનીમાં કામ કરતો હતો. સોમવારે તે તેના મિત્ર સાથે બોટિંગ લેકમાં ગયો હતો. બપોરના લગભગ 3.30 વાગે જમ્યા બાદ બહુ ગરમી હોવાથી લેકમાં તરવા માટે તે ગયો હતો. તેનો મિત્ર સ્વિમિંગ જાણતો ન હોવાથી તે લેકમાં ઉતર્યો નહોતો.

યુવકના મિત્રએ પોલીસને જણાવ્યા મુજબ લેકમાં ખાસ્સો સમય તે તરી રહ્યો હતો. પરંતુ લાંબા સમય સુધી તે દેખાયો નહીં એટલે તેણે સ્થાનિક લોકોની મદદ માગી હતી. બાદમાં પોલીસ અને ફાયરબ્રિગેડે આવીને તેને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. લગભગ છ વાગે યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હોવાનું બોરીવલીના કસ્તુરબા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

Mumbai Party Deaths: ભોજનમાં ઝેર કે ડ્રગ્સનો ઓવરડોઝ? મુંબઈની હાઈ-પ્રોફાઈલ પાર્ટીમાં બેના મોતથી સનસનાટી, પોલીસ તપાસ તેજ
Milk Adulteration Racket: મલાડમાં બ્રાન્ડેડ પેકેટમાં ભેળસેળયુક્ત દૂધનું રેકેટ ઝડપાયું, ૪૭૩ લિટર જથ્થો જપ્ત
Digital Arrest Fraud:મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વિધવા મહિલાની ₹60 લાખની લૂંટ: ઠગો ઘરે આવીને રોકડા લઈ ગયા, પોલીસ પણ સ્તબ્ધ
Kerala Murder: કેરળનો ખતરનાક હત્યારો મુંબઈમાં ભંગાર વીણનારો બનીને છુપાયો, CSMT પરથી RPF એ ફિલ્મી ઢબે દબોચી લીધો
Exit mobile version