ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
કોરોના કાળમાં મુંબઈમાં લાખો લોકોને ક્વોરંટાઈન કરવામાં આવ્યા હતા. કેટલાક લોકો હોમ ક્વોરંટાઈન થયા તો કેટલાક લોકોને કોવિડ સેન્ટરમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. ક્વોરંટાઈન કરવામાં સહુથી આગળ ચેમ્બુરનો એમ પૂર્વ વોર્ડ રહ્યો છે. જ્યાં અત્યાર સુધીમાં કુલ 4,24,232 લોકોને ક્વોરંટાઈન કરવામાં આવ્યા હતા.
મુંબઇના દરેક વોર્ડની સરખામણીમાં સહુથી મોટો એમ પૂર્વ વોર્ડનો આંકડો રહ્યો છે. આ આંકડામાં બીજા નંબર પર કે પૂર્વ વોર્ડ અંધેરી (ઇસ્ટ) રહ્યું. જ્યાં 3,54,481 લોકોને ક્વોરંટાઈન કરાયા હતા. જ્યારે કે મુંબઈના 24 વોર્ડમાંથી બી વોર્ડ એક માત્ર એવો વોર્ડ છે જ્યાં સૌથી ઓછા 6,239 લોકોને ક્વોરંટાઈન કરવામાં આવ્યા હતા. અહીંયા દર્દીઓની સંખ્યા સૌથી ઓછી હતી.
ભારતમાં કોરોનાના વળતા પાણી, આજે નવ મહિના બાદ સૌથી ઓછા નવા કેસ આવ્યા સામે; જાણો આજના તાજા આંકડા
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં હવે કોરોનાનો પ્રકોપ નથી રહ્યો. મંગળવારે 279 નવા કેસ નોંધાયા હતા. 31,585 લોકોના કોરોના ટેસ્ટમાંથી 279 દર્દીઓ નોંધાયા હતા અને આખા દિવસમાં માત્ર એક દર્દીનું મૃત્યુ થયું હતું. જોકે મુંબઈમાં હજી પણ કોરોનાના 291 દર્દીઓ ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ છે.