ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૨ એપ્રિલ 2021
ગુરૂવાર
આજ સવારથી અનેક રેલવે સ્ટેશન પર કન્ફ્યુઝન પેદા થયું હતું. અનેક લોકો પોતાની જાતને મહત્વપૂર્ણ સેવા સાથે જોડાયેલા ગણાવીને ટ્રેનમાં સફર કરવા ઇચ્છુક હતા.
આ પ્રસંગે રેલવે વિભાગે સ્પષ્ટતા કરી છે કે કોણ ટ્રેનમાં સફર કરી શકશે અને કોણ નહીં કરી શકે.
આ રહી સૂચિ..
૧. સરકારી કર્મચારી
૨. રેલવે સ્ટાફ
૩. મંત્રાલયનો સ્ટાફ
૪. બીએમસી નો સ્ટાફ
૫. બેસ્ટ ના કર્મચારીઓ
૬. મેડિકલ સ્ટાફ
૭. જીએસટી, ટેક્સ વિભાગ, કસ્ટમ્સ, ડિફેન્સ, પોર્ટ ટ્રસ્ટ અને રાજ ભવન
૮. આ ઉપરાંત બહારથી આવનાર લોકો લોકલ ટ્રેનમાં સફર કરી શકશે.
આ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ લોકલ ટ્રેનમાં સફર નહીં કરી શકે.
