Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં આ બ્રિજ પર ચાલુ કારમાં ફાટી નીકળી આગ- માત્ર થોડી જ વાર બળીને ખાખ થઈ ગઈ ગાડી- જુઓ વિડીયો 

News Continuous Bureau | Mumbai

તમે ઘણી વાર કાર(Car Fire)માં આગ લગતા જોઈ હશે પણ, શું તમે ક્યારેય ચાલતી કારમાં આગ ફાટી નીકળતા જોઈ છે? કારમાં આગ લાગી હોવાના વીડિયો સોશિયલ મીડિયા(Social Media) પર પણ વાયરલ થાય છે. આ એપિસોડમાં વધુ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક કાર પુલ પર સળગતી જોવા મળી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાયરલ વીડિયો મુંબઈના માટુંગા(Matunga)નો છે, જ્યાં એક બ્રિજ પરથી પસાર થઇ રહેલી એક કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. 

Join Our WhatsApp Channel

 

મીડિયા રિપોર્ટ મુજબ દુર્ઘટના દુલભુલે પુલ પર બની હતી. સદનસીબે કારમાંથી ધુમાડો નીકળવા લાગ્યો કે તરત જ ડ્રાઈવર અને તેની સાથે બેઠેલા કાર માલિક સલામત રીતે નીચે ઉતરી ગયા. ડ્રાઇવર(Driver)ના કહેવા પ્રમાણે, સીએનજી(CNG Car) કારમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો અને જોત જોતા જ આખી કાર સળગવા લાગી. ઘટનાની જાણ થતાં જ માટુંગા પોલીસ(Matunga Police) અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. આ અકસ્માત બાદ અડધા કલાક સુધી વાહનવ્યવહાર થંભી ગયો હતો. 

આ સમાચાર પણ વાંચો : ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદતા પહેલા આ 5 બાબતોનું રાખો ધ્યાન- નહીં થાય કોઇ પણ નુકસાન

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version