Site icon

સોનાની તસ્કરી- દિલ્હીથી મુંબઈ ટ્રેનમાં છૂપાવીને લાવવામાં આવેલું આટલા કરોડનું સોનું જપ્ત- DRIએ કરી ચારની ધરપકડ

 News Continuous Bureau | Mumbai

સોનાની દાણાચોરી(Gold smuggling) કરનારી ટોળકીને અધધધ કહેવાય એમ 4.9 કિલોગ્રામ સોના સાથે મુંબઈના બોરીવલી(Borivali station) સ્ટેશનથી પકડી પાડવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની મુંબઈની ટીમે બોરીવલી સ્ટેશન પર રાજધાની એક્સપ્રેસ(Rajdhani Express) દ્વારા દિલ્હીથી મુંબઈ લાવવામાં આવી રહેલું 2.5 કરોડ રૂપિયાનું 4.9 કિલો સોનું જપ્ત કર્યું છે. DRI એ આ કેસમાં સોનાની દાણચોરી કરનારા  ચારની ધરપકડ કરી છે. આ ચારેય ટ્રોલી બેગમાં(Trolley bag) વિદેશથી ભારતમાં સોનાની દાણચોરી કરતા હતા.

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ DRI એ જણાવ્યું હતું કે તેમને મ્યાનમાર(Myanmar) (બર્મા)માંથી સોનાની દાણચોરીની માહિતી મળી હતી. મળેલી ટીપને આધારે DRIની ટીમ બારીકાઈથી શંકાસ્પદ લોકો પર નજર રાખી રહી હતી. આ લોકો બોરીવલી સ્ટેશન પહોંચ્યા હતા એ સાથે જ  પોલીસે તેમને અટકાવ્યા હતા અને તેમની ટ્રોલી બેગની તલાશી લીધી.

આ સમાચાર પણ વાંચો : ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતની સતત હરણફાળ- આ મામલે તો મહારાષ્ટ્રને પણ પાછળ છોડી દીધું-જાણો આંકડા

તલાશી દરમિયાન બેગમાંથી 2.5 કરોડની કિંમતનું 4.9 કિલો સોનું મળી આવ્યું હતું. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ અફશાન શેખ, મોઇનુદ્દીન મન્સૂરી, અલ્તાફ મોહમ્મદ મેમણ અને અદનાન રફીક શેખ તરીકે કરવામાં આવી છે.

DRI સૂત્રોના જણાવ્યા અનુસાર અફશાન અને મોઇનુદ્દીનને મ્યાનમારથી ભારતમાં(India) સોનાની દાણચોરી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તો  અલ્તાફ અને અદનાન બોરીવલી પહોંચતાની સાથે જ તેમની પાસેથી સોનું એકત્ર કરવાના હતા. બાદમાં આ લોકો મુંબઈના ઝવેરી માર્કેટમાં(Zaveri Market) સોનું વેચવા જતા હતા. અલ્તાફ અને અદનાન વિદેશથી સોનું ભારત લાવવા માટે અફશાન અને મોઇનુદ્દીનને 15,000 રૂપિયા આપતા હતા.

DRIના કહેવા મુજબ  અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપીઓએ છેલ્લા 10 મહિનામાં લગભગ 60 થી 70 કિલો સોનાની દાણચોરી કરી છે. DRI ની ટીમે ચારેય આરોપીઓ પાસેથી સઘન તપાસ હાથ ધરી છે.
 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version