Site icon News Continuous Bureau | Mumbai

વાહ!! વિશ્વ ગુજરાતી ભાષા દિન નિમિત્તે યોજાયેલી સ્પર્ધાના પરિણામ થશે આવતી કાલે જાહેર… જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,25 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

મંગળવાર.

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 2021ના નિમિત્તે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્તરની પાંચ સ્પર્ધામાં ભાગ લેનારા ભાષાપ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. આ સ્પર્ધાનું પરિણામ આવતી કાલે 26 જાન્યુઆરી, 2022ના બપોરના ચાર વાગે યૂટ્યુબ પર લાઈવ જાહેર કરવામાં આવવાનું છે. આ સાથે જ માતૃભાષા ગુજરાતીને પ્રોત્સાહન આપનારી મુંબઈ ગુજરાતી સંગઠને દર વર્ષની માફક આ વર્ષે પણ માતૃભાષાની ઉત્તમ શાળાનું બિરુદ આપવાની જાહેરાત કરી છે.

ગયા વર્ષે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્તરની પાંચ સ્પર્ધામાં આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના વિજેતાઓને રોકડ રકમ, પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિન્હ આપવામાં આવશે.

અરે વાહ, મુંબઈમાં પહેલો ‘સેફ સ્કૂલ ઝોન’ પ્રોજેક્ટ સફળ થયો, આટલા ટકા બાળકોએ કહ્યું કે રસ્તાઓ પર ચાલવું પહેલાથી વધુ સુરક્ષિત અને સરળ

મુંબઈના વિજેતાઓને સંગઠનના સભ્યો તેમના ઘરે અને શાળાએ જઈને સન્માનિત કરશે. બહારગામના વિજેતાઓ એણના બેંકના ખાતામાં ઈનામની રકમ જમા કરવામાં આવશે. ભાગ લેનારા તમા સ્પર્ધકોને ઈ-મેલ દ્વારા સર્ટિફિકેટની કોપી મોકલવામાં આવશે. તેમ જ તમામ કૃતિઓ મુંબઈ ગુજરાતી સંગઠનની યૂટ્યુબ ચેનલ Mumbai Gujarati Sangathan પર મૂકવામાં આવશે.

મુંબઈ ગુજરાતી સંગઠને બહાર પાડેલી અખબારી યાદી મુજબ  દર વર્ષે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે માતૃભાષાની ઉત્તમ શાળાનું બિરુદ આપે છે. એ મુજબ આ વર્ષે પણ માતૃભાષાની ઉત્તમ શાળા કોણ બની તેની જાહેરાત આવતી કાલે યુટ્યુબ પર કરવાની છે.

Nalasopara Building Fire નાલાસોપારાની બહુમાળી ઈમારતમાં વહેલી સવારે ભભૂકી આગ; ગૂંગળામણથી ૨ મહિલાઓના મોત, ફાયર બ્રિગેડે ૧૫ નાગરિકોને બચાવ્યા
MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Exit mobile version