Site icon

મીરા રોડ અને ભાયંદર વચ્ચેનો ટ્રાફિક હવે ઓછો થશે-બીએમસી કરશે બ્રિજ બાંધવાનું કામ

BMC: There is discrimination in the allocation of funds in Mumbai Municipal Corporation.ભેદભાવ

BMC: There is discrimination in the allocation of funds in Mumbai Municipal Corporation.

News Continuous Bureau | Mumbai

મુંબઈને અડીને આવેલા મીરા રોડ(MIRA ROAD) અને ભાયંદર(Bhayander) વચ્ચેના ટ્રાફિકની સમસ્યા(Traffic problem) દૂર કરવા હવે મુંબઈ મહાનગરપિલકાએ(BMC) કમર કસી છે. એમ તો મુંબઈ મહાનગરપાલિકાની હદ દહિસર(Dahisar) સુધીની જ છે. છતાં મુંબઈ મહાનગરપાલિકાએ  ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા મીરારોડ-ભાઈંદર સુધીનો ફ્લાયઓવર(flyover) બાંધવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

આ ફ્લાયઓવર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(Mumbai Municipal Corporation) વતી દહિસર કંદારપાડાથી(Kandarpada) મીરા રોડના સુભાષચંદ્ર બોઝ મેદાન(Subhash Chandra Bose Maidan) સુધી બાંધવામાં આવશે. મીરા રોડથી દહિસર જવા માટે મુસાફરોને અડધોથી પોણો  કલાક સુધી ટ્રાફિકમાં અટવાવું પડે છે. પરંતુ  આ પુલ બન્યા બાદ માત્ર પાંચથી સાત મિનિટમાં જ મુસાફરી શક્ય બનશે. તેનાથી વિરાર વસઈ અને મીરા રોડથી મુંબઈ આવતા નાગરિકોની મુસાફરી સરળ બનશે.

આ સમાચાર પણ વાંચો :  હવે સાર્વજનિક રજાના દિવસે પણ મુંબઈ મહાનગર પાલિકા નો આ વિભાગ કામ કરશે

ભાયંદર અને દહિસર વચ્ચે ટ્રાફિક જામને(traffic jam) કારણે મુંબઈમાં પ્રવેશતા અને બહાર નીકળતા વાહનોને ભારે અસર પડે છે. તેથી, આ ટ્રાફિક જામના વિકલ્પ તરીકે દહીંસર થી મીરારોડ-ભાયંદર સુધીનો પુલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પુલ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બાંધવામાં આવશે અને તે  60-60 ફૂટ પહોળાઈની બે લેન સાથેનો પુલ રહેશે.

આ પુલની કુલ લંબાઇ 5 કિમી છે અને આ માટે મીઠાગરાની જમીનનો ઉપયોગ કરવામાં આવે એવી શક્યતા છે. આથી મિઠાગર કમિશનર સાથે પત્રવ્યવહાર કરીને બ્રિજ માટે જરૂરી જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરીને આ બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. તેથી, પુલના નિર્માણ માટે કુલ રૂ. 2200 કરોડ અને જમીન સંપાદન માટે રૂ. 400 કરોડનો ખર્ચ અપેક્ષિત છે.

ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી છ મહિનામાં જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યાર બાદ આગામી છ મહિનામાં પુલનું કામ ચાલુ થઈ જશે. આ બ્રિજ બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યાનો મોટો પ્રશ્ન હલ થશે અને ટોલ બુથ સુધી જવા માટેનો સમય પણ ઘટશે એવું માનવામાં આવે છે.
 

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version