Site icon

લો બોલો- સોનાના મણીનો વરસાદ પડી રહ્યો હોવાની અફવા મચાવી અફરાતફરી- આ હાઈવે થઈ ગયો ઠપ્પ

News Continuous Bureau | Mumbai

સોનાના મણીનો વરસાદ(shower of golden beads) પડી રહ્યો હોવાની અફવાએ શુક્રવારે સવારે મુંબઈ-નાગપુર હાઈવે(Mumbai-Nagpur Highway) ઠપ્પ કરી નાખ્યો હતો. સેંકડોની સંખ્યામાં લોકોએ મળે તે વાહન પકડીને હાઈવે પર મણી શોધવા દોટ મૂકી હતી.

Join Our WhatsApp Community

મળેલ માહિતી મુજબ મુંબઈ-ઔરંગાબાદ-નાગપુર હાઈવે(Mumbai-Aurangabad-Nagpur Highway) પર બુલઢાણા જિલ્લાના(Buldhana district) ડોણગાવ(Dongaon) પાસે શુક્રવારે સવારના લગભગ બે કલાક ઠપ્પ થઈ ગયો હતો. સવારના સમયમાં એવી અફવા ફેલાઈ હતી કે આકાશમાંથી સોનાના મણીનો વરસાદ પડી રહ્યો છે. તેથી લોકો જે વાહન મળે તે લઈને મણી શોધવા પહોંચી ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : બિહારમાં સત્તા પરિવર્તન પછી શરદ પવાર ફોર્મમાં- નીતીશકુમાર ને બિરદાવ્યા

આકાશમાંથી મણી પડતા નથી એ જણાયા બાદ લોકો જમીન પર મણી શોધવા માંડ્યા હતા. જમીન પર મણી શોધવાના ચક્કરમાં લોકોએ માટી-ચિખલમાં હાથ નાખી નાખીને મણી શોધવાના ફાંફા માર્યા હતા. ખેતરમાં કોઈને અમુક પીળા કલરના મણી મળ્યા હતા, તેઓ રસ્તા પર મણી પડ્યા હોવાનું અન્ય લોકોને કહેવા માંડ્યું હતું અને પૂરઝડપે આ અફવા સ્થાનિક લોકોએ ભીડ કરી મૂકી હતી.

છેવટે પોલીસને જાણ થતા તેઓએ ઘટના સ્થળે પહોંચીને તે સોનાના નહીં પણ ખોટા મણી હોવાનું સમજાવ્યું હતું. ભારે સમજાવટ બાદ લોકોએ ભીડ ઘટાડી હતી. જોકે આ દરમિયાન બે કલાક સુધી હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો : પરદેશી પરદેશી જાના નહીં ગીત થી લોકપ્રિય થયેલી આ અભિનેત્રી થઇ ગઈ છે ગુમનામી માં ગરકાવ બદલાઈ ગયો આખો લુક-ઓળખવી થઇ મુશ્કેલ

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version