Site icon

હાઉસિંગ સોસાયટી સામે ફરિયાદ છે? પહોંચી જાવ પોલીસ સ્ટેશનમાં. મુંબઈ પોલીસ કમિશનરે લીધો આ નિર્ણય.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મુંબઈની સેંકડો હાઉસિંગ સોસાયટી(Mumbai Housing society)માં રહેવાસીઓની વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને મુંબઈના દરેક પોલીસ સ્ટેશન(Police station)માં ખાસ કો-ઓપરેટીવ સોસાયટી(co0-operative society)ઓ સંબંધિત ફરિયાદોનો નિકાલ કરવા એક વિશેષ ઈન્સ્પેકટર નિયુક્ત કરવામાં આવવાનો છે. રવિવારે સોશિયલ મીડિયા પર મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે(Mumbai CP Sanjay Pandey)એ તેની જાહેરાત કરી હતી.

Join Our WhatsApp Community

સોસાયટીના સભ્યએ સોસાયટીના કોઈપણ પદાધિકારીની સંપૂર્ણ વિગત વિવાદની સ્પષ્ટતા કરીને લેખિતમાં ફરિયાદ આપવાની રહેશે. કમિટી ત્યારબાદ ૧૫ દિવસમાં મિટિંગ યોજીને આ ફરિયાદની સમીક્ષા કરીને નિર્ણય લેશે અને સભ્યને તેને જાણ કરશે. કમિટી જો રહેવાસીને પરેશાન કરશે તો ફરિયાદી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને સોસાયટીના પદાધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરી શકશે.

સભ્યને કમિટી તરફથી ૧૫ દિવસમાં કોઈ જાણકારી નહિ મળે તો તે પોતાની ફરિયાદોના નિરાકરણ માટે સંબંધિત પોલીસ અધિકારીને મળી શકશે. તેણે મૂળ ફરિયાદની નકલ સક્ષમ અધિકારીને આપવી પડશે.

આ દરમિયાન ગુજરાતીઓની બહોળી વસ્તી ધરાવતા ઘાટકોપર પંતનગર(Ghatkopar’s Pantnagar)ની એક સોસાયટીના હોદ્દેદારો  સામે કેસ નોંધવામાં આવ્યો હોવાનું પોલીસ કમિશનરે  જણાવ્યુ  હતું.

આ સમાચાર પણ વાંચો : શાબ્બાશ!! આરોપીના ફક્ત પગના ફુટેજના આધારે દહીસર પોલીસે ચેન સ્નેચિંગના આરોપીને ઝબ્બે કર્યા જાણો વિગતે

કોઓપરેટીવ  બાબતોના વકીલોએ જણાવ્યું કે હાલ પણ સોસાયટીના કોઈ સભ્યની ગેરવર્તણૂકની ફરિયાદ બાય લો નં. ૧૧૭૪(ઈ)(આઈ) હેઠળ થઈ શકે છે. આવી ફરિયાદોના નિકાલ માટે સંબંધિત વિભાગનો સંપર્ક કરવો જોઈએ. એના માટે પોલીસ સ્ટેશન હોવું પૂરતુ નથી પણ આવી ફરિયાદોનો સમજદારીપૂર્વક ઉકેલ લાવી શકે તેના અધિકારીઓની જરૃર છે.
સોસાયટી બાબતોના નિષ્ણાંતોએ જણાવ્યું કે મોટાભાગની હાઉસિંગ સોસાયટીઓના પદાધિકારીઓ તેમને મળેલી સત્તાનો દુરુપયોગ કરે છે. અહીં પણ રાજકારણ ચાલે છે અને અમુક સભ્યોને લક્ષ્યાંક બનાવીને પક્ષપાતભર્યું વલણ અપનાવતા હોય છે. તેમણે જણાવ્યું કે સમર્પિત પોલીસ સ્ટેશન ઊભા કરતી વખતે તેની હાલત લોકપાલ જેવી ન થાય તેનું ધ્યાન રાખવું જોઈશે.

 

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version