News Continuous Bureau | Mumbai
હાલમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણથી ચાર કલાક સુધી મુંબઈની સાથે થાણે, પાલઘર અને રાયગઢમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જેથી નાગરિકોને સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી છે.
હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે કારણ કે લો પ્રેશરનું ક્ષેત્ર ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર એટલે કે નાસિક અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ ટ્રાફિક જામ, વૃક્ષો પડવા જેવા બનાવો પણ બને તેવી શક્યતા છે. દરમિયાન મુંબઈ અને થાણેમાં સવારથી વરસાદનું જોર વધી ગયું છે. આગામી ત્રણથી ચાર કલાક સુધી ભારે વરસાદની આગાહી હોવાથી મુંબઈકરોએ રહેવાની સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ધીમો પડ્યો છે. જોકે મુંબઈની લાઈફલાઈન એવી લોકલ ટ્રેન સેવાને કોઈ અસર થઈ નથી.
આ સમાચાર પણ વાંચો : તૈયાર રહેજો- મુંબઈ-પુણે એક્સપ્રેસ વે વાપરવા હવે ચૂકવવો પડશે વધુ ટોલ- આ તારીખથી અમલમાં આવશે નવો ટોલ ચાર્જ
