ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર.
મુંબઈ મહાનગરપાલિકાએ નેકસ્ટ જનરેશન જિનોમ સિક્વેન્સિંગનો અભ્યાસ કરતી રહેતી હોય છે. તાજેતરમાં તેણે મુંબઈના 221 દર્દીમાં રહેલા કોવિડ વાયરસ સેમ્પલના નમૂનાનો અભ્યાસ કર્યો હતો. તેનો અહેવાલ બહાર આવ્યો છે, તે મુજબ ડેલ્ટા વેરિયન્ટના 11 ટકા તો ડેલ્ટા ડેરિવેટીવના 89 ટકા દર્દી મળી આવ્યા છે. તો ઓમીક્રોનના નવા પ્રકારના ફક્ત 2 દર્દી એટલે કે ભેગા કરવામાં આવેલા સેમ્પલના એક ટકાથી ઓછા મળી આવ્યા છે. ભેગા કરેલા 221 નમુનામાંથી એક પણ અસરગ્રસ્ત દર્દીનું મૃત્યુ થયું નહોતું, તે રાહતજનક સમાચાર છે.
પાલિકાની કસ્તુરબા હોસ્પિટલની લેબોરેટરી અને પુણેની નેશનલ વાયરોલોજી ઈન્સ્ટિટ્યૂટના માધ્યમથી આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. કોવિડના 277 દર્દીના નમૂના તપાસમાં આવ્યા હતા. તેમાંથી 221 નાગરિક મુંબઈના છે, જેનો અહેવાલ ગુરુવારે જાહેર થયો હતો.
24 દર્દી એટલે કે 11 ટકા ડેલ્ટા વેરિયન્ટનો તો 195 દર્દી (89 ટકા) દર્દી ડેલ્ટા ડેરીવેટીવ પ્રકારનો કોરોનાનો વાયરસના ચેપનો ભોગ બન્યા હતા. તો બાકીના બે લોકોને કોરોનાનો નવો વેરિયન્ટ ઓમીક્રોનનો ચેપ લાગ્યો હતો. આ બંનને ઈન્સ્ટિટ્યૂટશન ક્વોરન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. તેમ જ તેમના નજીકના સંપર્કમાં આવેલા એકને પણ કોરોનાનો ચેપ લાગ્યો ન હોવાનું જણાયું છે.
સંભાળી ને રહેજો મુંબઈમાં કોરોના બાદ મલેરિયાએ જાેર પકડ્યું. ૫૦૦૦ દર્દીઓ નોંધાયા
પાલિકાના આ અભ્યાસમાં 221 દર્દીમાંથી 0-20 વર્ષની વયના 9 ટકા, 21-40 વર્ષની વયના 31 ટકા, 41-60 વર્ષના 33 ટકા, 61-80 વર્ષની વયના 25 ટકા અને 81થી 100 વર્ષની વયના 3 ટકા લોકોનો સમાવેશ થાય છે.
વેક્સિન લીધેલા 221માંથી પહેલો ડોઝ લેનારા ફક્ત એક જ દર્દીને તો બંને ડોઝ લીધેલા ફક્ત 26 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. વેક્સિનનો એક પણ ડોઝ નહીં લેનારા 47માંથી 12 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. વેક્સિન નહીં લેનારા કોવિડ અસરગ્રસ્ત થી ચેપ લાગવાનું જોખમ વધારે હોવાનું પણ આ અભ્યાસમાં જણાઈ આવ્યું હતું.