News Continuous Bureau | Mumbai
નવરાત્રીની(Navratri) ઉજવણીમાં(celebration) વિધર્મીઓને(heretics) પ્રવેશ આપવો નહીં. દાંડિયા(Dandiya), ગરબા(Garba) રમવા માટે ફક્ત હિંદુઓને(Hindus) જ પ્રવેશ આપવો. એવી વર્ષોથી માગણી થઈ રહી છે. ત્યારે તેના પર રાજ્યનું ગૃહ ખાતુ અથવા પોલીસ ખાતુ જ નિર્ણય લઈ શકે છે એવુ મુંબઈ ભાજપ અધ્યક્ષ(Mumbai BJP President) અને મુંબઈ ઉપનગરના(Mumbai Suburban) પાલક પ્રધાન મંગલપ્રભાત લોઢાએ(Mangal Prabhat Lodha) કહ્યું છે.
હિંદુઓનો પવિત્ર તહેવાર ગણાતા નવરાત્રીમાં યોજતા ગરબા અને દાંડિયામાં વિધર્મીઓ ઘુસી ગયા હોવાનો વર્ષોથી હિંદુસંગઠનો(Hindu organizations) દાવા કરતા રહ્યા છે અને નવરાત્રીની ઉજવણીમાં વિધર્મીઓ ને પ્રવેશ આપવો નહીં એવી માગણી પણ સતત થતી રહી છે ત્યારે રાજ્યના પ્રધાન અને ઉપનગરના પાલકપ્રધાન(Minister of State and Suburban Guardian Minister) મંગલ લોઢાએ પત્રકારો સાથે વાત કરતા સમયે કહ્યું હતું કે નવરાત્રી ફક્ત મનોરંજન નો કાર્યક્રમ નથી પણ એક ધાર્મિક તહેવાર છે. મંડપમાં માતાજીની પૂજા થતી હોય છે. તેથી તમામ લોકો પૂજા માટે આવે છે. જેને પૂજામાં રસ નથી તેઓએ આવવું કે નહીં આવવું એક પ્રશ્ન જ છે
दांडिया हा केवळ मनोरंजनाचा कार्यक्रम नसून तो धार्मिक कार्यक्रम आहे त्यामुळे इतर धर्मियांच्या प्रवेशाबाबत प्रशासन व कार्यक्रमाचे आयोजक योग्य तो निर्णय घेतील @BJP4Mumbai pic.twitter.com/pRNlIlG2Hw
— Mangal Prabhat Lodha (@MPLodha) September 26, 2022
આ સમાચાર પણ વાંચો : વાહ- મુંબઈગરા માટે વેસ્ટર્ન રેલવેમાં આ સ્ટેશન પર ખુલ્લો મુકાયો નવો FOB- જુઓ ફોટોસ
વધુમાં લોઢાએ કહ્યું હતું કે આ બાબતનો નિર્ણય લેવાનો અધિકાર સંબંધિત યોગ્ય અધિકારી કે પછી સંબંધિત વ્યક્તિ જ નિર્ણય લઈ શકે. હું નિર્ણય લેવા માટે યોગ્ય વ્યક્તિ નથી. હોમ ડિપાર્ટમેન્ટ કે પછી પોલીસ ખાતું જ તેનું નિર્ણય લઈ શકે છે કે પછી દાંડિયાના આયોજક જ નિર્ણય લઈ શકે છે.