Site icon

મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરોને બીજી ભેટ -પશ્ચિમ રેલવે આ તારીખથી 8 નવી એસી ટ્રેન દોડાવશે- જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai 

પ્રવાસી(commuters)ઓના આરામદાયક પ્રવાસ માટે પશ્ચિમ રેલવે (Western Railway) એ 20 જૂનથી વધુ આઠ એસી લોકલ ટ્રેનો(Ac local train) ચલાવવાનો નિર્ણય કર્યો છે. આઠ નવી એસી સેવાઓની રજૂઆત સાથે, એસી સેવાઓની કુલ સંખ્યા હવે 32થી વધીને 40 થશે. 

Join Our WhatsApp Community

પશ્ચિમ રેલવે(WR)ના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે એક નિવેદનમાં જણાવ્યું કે 5 મેથી એસી લોકલની મુસાફરીની ટિકિટના ભાડામાં ઘટાડા સાથે એસી લોકલમાં મુસાફરી કરતા મુસાફરો(commuters)ની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પશ્ચિમ રેલવેએ 16 મેથી વધુ 12 એસી લોકલ સેવાઓ શરૂ કરી છે. વધુમાં તેમણે કહ્યું કે એસી લોકલ(AC local train)ની માંગ અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે 20 જૂન, 2022 થી વધુ આઠ એસી લોકલ સેવાઓ શરૂ કરશે. 

આ સમાચાર પણ વાંચો લો બોલો-વડા પાવના ચાહક ઉંદરમામાએ પોતાના દરમાં છુપાવ્યા કિંમતી સોનાના ઘરેણા- પોલીસે  સીસીટીવી ફૂટેજથી શોધી કાઢ્યા દાગીના-જાણો કિસ્સો 

સોમવારે, 20 જૂનથી શરૃ થનારી આઠ એસી લોકલ સેવામાં અપ દિશામાં ચાર ટ્રેનો દોડશે. અપ લાઈનમાં વિરાર-ચર્ચગેટ, વિરાર-દાદર, વસઈ-ચર્ચગેટ અને મલાડ-ચર્ચગેટ વચ્ચે એક-એક સેવા છે. તેવી જ રીતે, ડાઉન દિશામાં ચાર ટ્રેનો દોડશે. દાદર-વિરાર, ચર્ચગેટ-વિરાર, ચર્ચગેટ-વસઈ અને ચર્ચગેટ-મલાડ વચ્ચે દોડશે. આ આઠ સેવાઓ સોમવારથી શુક્રવાર દરમિયાન ચાલશે. શનિવાર અને રવિવારે માત્ર 32 એસી સેવાઓ ઉપલબ્ધ રહેશે અને બાકીની આઠ સેવાઓ નોન એસી રેક સાથે ચાલશે.  

ઉલ્લેખનીય છે કે ગયા મહિને એસી લોકલ ટ્રેન(Local Train)ના ભાડામાં 50 ટકાનો ઘટાડો કર્યા બાદ રેલવે(railway)એ મુંબઈના લોકલ મુસાફરોને આ બીજી ભેટ આપી છે. ભાડામાં 50 ટકાનો ઘટાડો કર્યા બાદ એસી લોકલમાં મુસાફરોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. માહિતી અનુસાર, એપ્રિલ 2022માં એસી લોકલમાં કુલ 19,761 મુસાફરોએ મુસાફરી કરી હતી. તે જ સમયે, 5 મેના રોજ, રેલ્વેએ મુંબઈ લોકલ એસી ટ્રેનોના ભાડામાં 50 ટકાનો ઘટાડો કર્યો હતો, જે પછી માત્ર એક અઠવાડિયામાં આ સંખ્યા વધીને 30,112 થઈ ગઈ હતી.

Mumbai airport currency seizure: મુંબઈ એરપોર્ટ પર ૮૭ લાખનું વિદેશી ચલણ ટ્રોલી બેગમાં છુપાવેલું ઝડપાયું
Akasa Air emergency exit: ટેકઓફ પહેલા ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ: વારાણસી-મુંબઈ અકાસા એરની ફ્લાઇટમાં હોબાળો
Amit Satam: “કહો, આ મતચોરી છે કે વોટ જિહાદ?”; ભાજપનો વિપક્ષને કટાક્ષભર્યો સવાલ, આપ્યા આંકડા
Sakinaka murder: મુંબઈ: ખાવાનું ન લાવવા બદલ ૪ ટેક્સી ડ્રાઇવરોએ પોતાના જ સાથીને ઢોર માર મારીને હત્યા કરી, વિસ્તારમાં ખળભળાટ
Exit mobile version