Site icon

ગજબ કહેવાય- મુંબઈ શહેરના એક કાફેમાં પિઝાને અપાયાં નવાં રંગ-રૂપ- ટેસ્ટ કરવા માટે લાગે છે લોકોની લાઈન- જુઓ વિડીયો- જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

જો તમે સોશિયલ મીડિયા(social media) પર સક્રિય રહેતા હોવ તો તમને સોશિયલ મીડિયા પર ઘણી અજીબો ગરીબ અને અટપટી વાનગીઓ જોવા મળી જશે. સોશિયલ મીડિયા પર હાલ વિયર્ડ રેસીપી (weird recipes)એટલે કે અજીબોગરીબ વાનગીઓ બનાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Community

ગ્રાહકો(customers)ને આકર્ષવા સ્ટ્રીટ વેન્ડર્સ(street vendors) અને દુકાનદારો ઘણી વાનગીઓ પર પ્રયોગો કરતાં હોય છે. કેટલીક વાનગીઓ તો લોકોને પસંદ આવતી હોય છે, જ્યારે કેટલીક વાનગીઓ જાેઈને જ લોકોનું મોં બગડી જતું હોય છે. પિઝાની વાત વાત કરીએ તો ફાસ્ટફુડ(Fast food)માં લોકો પીઝા(Pizza) ખાવાનું પસંદ કરતા હોય છે ત્યારે મુંબઈ(Mumbai)માં પિઝાના આઉટલેટે બ્લેક ચીઝના પિઝા(Black cheese pizza) બનાવ્યા છે.

 

વીડિયોમાં તમે પિઝા જોઈ શકો છો કે જેમાં બ્લેક ચીઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ચીઝનો રંગ હલકા પીળા(light yellow colour) રંગનો હોય છે. આવામાં બ્લેક ચીઝ(black cheese)ને જોઈને લોકોને પણ નવાઈ લાગી રહી છે. કેટલાક લોકો આ પિઝાને જોઈને મજા લઈ રહ્યા છે કે શું આ પિઝામાં સિમેન્ટ(cement) નાખવામાં આવ્યો છે? ઘણા લોકોને બ્લેક રંગનું ચીઝ જોઈને મનમાં ઘણી શંકાઓ થતી હશે જ્યારે પિઝા બનાવનારનું કહેવું છે કે પિઝામાં ચીઝનો કાળો રંગ તેમાં નાંખેલી સામગ્રીઓને લીધે આવે છે અને તેમાં કોઈ પણ પ્રકારનો રંગ મિક્સ કરવામાં આવતો નથી.

આ સમાચાર પણ વાંચો : સોનાના ભાવમાં છેલ્લા 10 દિવસથી સતત થઇ રહ્યો છે ઘટાડો-આ છે તે પાછળનું કારણ

પિઝાની કિંમત(price)ની વાત કરીએ તો આ બ્લેક ચીઝ પિઝાની કિંમત ૪૫૦ રૂપિયા છે જેને બે વ્યક્તિઓ આરામથી ખાઈ શકે છે. સોશિયલ મીડિયા પર બ્લેક ચીઝ પિઝાનો વીડિયો વાયરલ છે અને લોકોને બ્લેક ચીઝ પિઝા પસંદ પણ આવી રહ્યા છે.

Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Mumbai Railway: MRVC એ વિરાર-દહાણુ રેલ લાઇનના વિસ્તરણના કાર્યને આપ્યો વેગ, ઓગસ્ટ સુધીમાં આટલા ટકા કામ પૂર્ણ!
Mumbai: શું ખરેખર મુંબઈના દરેક વોર્ડમાં બનશે કબૂતરખાના? આજે યોજાઈ BMCની મોટી બેઠક
Exit mobile version