ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૭ એપ્રિલ 2021
મંગળવાર
મુંબઈ શહેરમાં શાંત પડી ગયેલો કોરોના ફેબ્રુઆરી પછી ફરી એક વાર સક્રિય થયો. આ સક્રિય થયેલા કોરોના ના બીજા હુમલાને કોરોના ની બીજી લહેર તરીકે ગણવામાં આવી.
આ સંદર્ભે રાજ્ય સરકારે મુંબઈ શહેરમાં અનેક કઠણ પગલાં લીધાં. હવે પરિણામ એ છે કે મુંબઈ શહેરમાં કોરોના ના દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. માત્ર 10 દિવસની અંદર ૫૦ ટકા જેટલા ઓછા દર્દી નોંધાયા છે. સામાન્ય જનતા લોકડાઉનના નિયમોનું સખત રીતે પાલન કરી રહી છે. આ પરિસ્થિતિમાં ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડો સંજય ઓક એ કહ્યું છે કે 30 એપ્રિલ સુધીમાં કોરોના શાંત થવા માંડશે. જો લોકો નિયમોનું પાલન કરશે તો મેં ના પહેલા અઠવાડિયા પછી બીજી લહેર શાંત થઈ જશે.
હવે થૂંકશો તો મોંઘુ પડશે. મુંબઈ મહાનગરપાલિકાએ નવો દંડ નક્કી કર્યો. જાણો રકમ.