News Continuous Bureau | Mumbai
મુંબઈમાં ઉનાળાએ કાળો કેર વર્તાવ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા હવે લોકોએ રેલવેની એરકંડિશન્ડ(એસી) લોકલ(AC Local) માં પ્રવાસ કરવાનું ચાલુ કરી દીધું છે. જોકે એસી ટ્રેનમાં પ્રવાસ કરનારા મોટાભાગના ફોકટિયા એટલે કે ગેરકાયદે રીતે પ્રવાસ કરી રહ્યા છે. એપ્રિલ મહિનામાં સેન્ટ્રલ(Central railway) અને વેસ્ટર્ન માં(Western railway) એસી લોકલમાં ટિકિટ(Train ticket) વગર પ્રવાસ કરનારા 2,778 ખુદાબક્ષો પ્રવાસી સામે કાર્યવાહી કરવામાં આવી છે અને આ લોકો પાસેથી 10 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.
સેન્ટ્રલ રેલવેમાં છત્રપતિ શિવાજી મહારાજ(સીએસટી)થી(CSMT station) કલ્યાણ, અંબરનાથ અને ટીટવાલા મેઈન લાઈન(Titwala Main Line) પર 19 ફેબ્રુઆરીથી એસી લોકલ સર્વિસ દોડાવવામાં આવી રહી છે. હાલ મેઈન લાઈન પર 44 ફેરી દોડાવવામાં આવે છે. જ્યારે સીએસ ટી થી પનવેલ, ગોરેગામ હાર્બર લાઈન પર 16 એસી ફેરી દોડે છે. સેન્ટ્રલ રેલવેમાં એક જ દિવસમાં 60 ફેરી દોડે છે
સેન્ટ્રલ રેલવેમાં 8થી 23 એપ્રિલ સુધીમાં એસી લોકલ માં વિના ટિકિટે પ્રવાસ કરનારા 1,192 પ્રવાસીઓને દંડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ટિકિટ વગર એસી ટ્રેનમાં પ્રવાસ કરવા બદલ 4.91 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : રેસ ડ્રાઈવિંગ કરનારાઓનું આવી બનશે. મહારાષ્ટ્રમાં આટલા લોકો સામે નોંધાયો રેશ ડ્રાઇવિંગનો કેસ, વસૂલ્યો કરોડો રૂપિયાનો દંડ.. જાણો વિગતે.
વેસ્ટર્ન રેલવેમાં ચર્ચગેટ થી વિરાર દરમિયાન 20 એસી સર્વિસ દોડાવવામાં આવે છે. અહીં પહેલી એપ્રિલથી 27 એપ્રિલ દરમિયાન 1,586 પ્રવાસીઓને ટિકિટ વગર એસી લોકલ માં પ્રવાસ કરવા બદલ દંડવામાં આવ્યા હતા. તેમની પાસેથી 5.85 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
