Site icon News Continuous Bureau | Mumbai

સાવચેત રહેજો! મુંબઈમાં બેકાબુ થઇ રહ્યો છે કોરોના, શહેરમાં સતત બીજા દિવસે 20 હજારથી વધુ સંક્રમિત દર્દીઓ મળ્યા; જાણો આજના તાજા આંકડા   

ન્યુઝ કનટીનયુઝ બ્યુરો,

મુંબઈ, 8 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર.

દેશભરમાં મહામારી કોરોનાની ગતિ ખૂબ જ ઝડપથી વધી રહી હોય તેવું લાગી રહ્યું છે.  દિલ્હી અને મહારાષ્ટ્ર આજની સ્થિતિએ દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત છે. જ્યાં એક જ દિવસમાં હજારો લોકો સંક્રમિતો થઇ રહ્યાં છે. મુંબઈમાં સતત બીજા દિવસે 20 હજારથી વધુ નવા કેસ  નોંધાયા છે.

મુંબઈ મહાનગર પાલિકાએ જાહેર કરેલા આંકડા અનુસાર શહેરમાં ગઈ કાલે કોરોનાની 67,847 ટેસ્ટ કરાઈ હતી જેમાંથી 20971 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આમ કોરોનાનો આંકડો દિવસે-દિવસે વધી રહ્યો છે. ગઈ કાલે 29.90 ટકા જેટલો પોઝિટિવિટી રેટ આવ્યો હતો. ગઈ કાલના 20971 પોઝિટિવ કેસ સાથે અત્યાર સુધીના કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 8,74,780 પર પહોંચી ગયો છે.

આ દરમિયાન 2837 દર્દીઓ સાજા થયા છે. આ સાથે કોરાનાથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા હવે 7,64,053 પર પહોંચી ગઈ છે. મુંબઈમાં ગઈ કાલે કોરોનાને કારણે 6 લોકોનાં મોત નીપજ્યા છે. આ સિવાય 1395 દર્દીઓ હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુંબઈની હોસ્પીટલમાં 35 હજારથી વધુ દર્દીઓની પથારી તૈયાર કરવામાં આવી છે. જેમાંથી 6532 પથારી ઉપયોગમાં છે. 

Lalbaughcha Raja BMC Arrangements લાલબાગચા રાજાના દર્શન બનશે સુગમ BMCએ તૈનાત કર્યા ખાસ કંટ્રોલ રૂમ, મોબાઈલ શૌચાલય અને ઇમરજન્સી હેલ્થ ડેસ્ક
BJP MLA Parag Shah Beggar બીજેપી ધારાસભ્ય પરાગ શાહે ભિખારીનો વેશ ધારણ કરીને ઘાટકોપરના રસ્તા પર ભીખ માંગી; જાણો કારણ..
Mumbai Rains Ganeshotsav Forecast મુંબઈમાં ગણેશોત્સવ પૂર્વે મેઘરાજાની તોફાની વાપસી બાપ્પાના આગમન વેળાએ ભક્તો અટવાયા, જાણો આગામી ૧૦ દિવસ કેવો રહેશે હવામાન
Accused Arrested For Cruel Killing Of Cats બિલાડીઓની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી પોલીસના સળિયા પાછળ, આરસીએફ પોલીસે કરી ધરપકડ
Exit mobile version