Site icon

સાવધાન !ચોમાસામાં બે દિવસ ભારે રહેશે. 16 જૂન અને 15 જુલાઈના દરિયામાં મોટી ભરતી રહેશે. મોજાં ૪.૫૦ મીટરથી ઊંચા ઊછળશે. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ચોમાસા(Monsoon)ના ચોપાટી(Beach) પર ફરવા જવા પહેલા ધ્યાન રાખજો. આ વખતે ચોમાસા(Monsoon) દરમિયાન દરિયા(Ocean)માં કુલ 22 દિવસ મોટી ભરતી રહેશે. એ સમયે દરિયામાં મોજાં ૪.૫૦ મીટરથી પણ ઊંચા ઊછળશે. તેમાં પણ ૧૬ જૂન અને ૧૫ જુલાઈ, ૨૦૨૨ના મોટી ભરતી હશે ત્યારે દરિયામાં મોજા ૪.૮૭ મીટરથી પણ ઊંચા ઊછળશે. એ સમયે જો મુંબઈ(Mumbai)માં ભારે વરસાદ પડ્યો તો મુંબઈ જળબંબાકાર(Mumbai Flood) થઈ શકે છે.

Join Our WhatsApp Community

આ વર્ષે ચાર મહિના દરમિયાન કુલ ૨2 દિવસ મોટી ભરતી છે, જેમાં જૂન મહિનામાં છ દિવસ, જુલાઈમાં છ દિવસ, ઑગસ્ટમાં પાંચ દિવસ તો સપ્ટેમ્બરમાં ચાર દિવસ દરિયામાં મોટી ભરતી(Tide) હશે. સૌથી મોટી ભરતી ૧૬ જૂન અને ૧૫ જુલાઈના છે. બપોરના ભરતી ચાલુ થશે અને મોજા ૪.૮૭ મીટરથી પણ ઊંચા ઊછળશે. એ સિવાય ૧૫ જૂનના બપોરના ૧૨.૪૬ વાગે ભરતી હશે એ દરમિયાન મોજાં ૪.૮૬ મીટરથી પણ  ઊંચા ઊછળશે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં ભાજપના “પોલ ખોલ” કેમ્પેઇનની વેન પર હુમલો, હુમલાખોર ફરાર.. જાણો વિગતે

દરિયામાં ચોમાસામાં ભરતી દરમિયાન ૪.૫ મીટરથી ઊંચાં મોજાં ઊછળે અને એ સમયે જ જો ભારે વરસાદ પડતો હોય તો ગંભીર કહેવાય. વરસાદી પાણીનો નિકાલ દરિયામાં કરવામાં આવતો હોય છે. પરંતુ ભરતી દરમિયાન દરિયાના પાણી શહેરમાં ઘૂસતા અટકાવવા માટે ફ્લડગેટ (Flood gate)બંધ કરી દેવામાં આવે છે. તેને કારણે વરસાદી પાણીનો(Rain water) નિકાલ દરિયામાં થતો નથી અને નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થઈ જાય છે.

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version