News Continuous Bureau | Mumbai
સેન્ટ્રલ રેલ્વે 13 માર્ચે એટલે કે આવતીકાલે, રવિવારે તેના ઉપનગરીય વિભાગોમાં વિવિધ એન્જિનિયરિંગ અને મેન્ટેન્સના કામો માટે મેગા બ્લોકનું સંચાલન કરશે.
મેગા બ્લોક નીચે મુજબ રહેશે:
સવારે 09.00 થી સાંજના 5.00 વાગ્યા સુધી થાણે-કલ્યાણ અપ અને ડાઉન ફાસ્ટ લાઇન-
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી સવારે 08.16 થી સાંજના 04.17 વાગ્યા સુધી ઉપડતી ડાઉન ફાસ્ટ સેવાઓને થાણે અને કલ્યાણ સ્ટેશનો વચ્ચે ડાઉન સ્લો લાઇન પર તેમના સંબંધિત શેડ્યૂલ હૉલ્ટ્સ મુજબ ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનો તેના નિર્ધારિત સમય કરતાં 10 મિનિટ મોડી પહોંચશે.
સવારે 08.40 થી સાંજના 04.58 વાગ્યા સુધી કલ્યાણથી ઉપડતી અપ ફાસ્ટ/સેમી-ફાસ્ટ સેવાઓને કલ્યાણ અને થાણે સ્ટેશનો વચ્ચે અપ ધીમી લાઇન પર તેમના સંબંધિત શેડ્યૂલ હૉલ્ટ્સ મુજબ ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનો તેના નિર્ધારિત સમય કરતાં 10 મિનિટ મોડી પહોંચશે.
આ સમાચાર પણ વાંચો : ભાજપના નિશાના પર હવે મહાવિકાસ આઘાડીના આ નેતા, જેલમાં જવાની નોબત આવી શકે છે.. જાણો વિગતે
સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી, કુર્લા-વાશી અપ અને ડાઉન હાર્બર લાઈન-
સવારે 10.34 થી બપોરે 03.54 સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી ઉપડતી વાશી/બેલાપુર/પનવેલ માટે ડાઉન હાર્બર લાઇન ટ્રેનો અને સવારે 10.16 થી બપોરે 03.47 સુધી પનવેલ/બેલાપુર/વાશીથી ઉપડતી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ માટેની અપ હાર્બર લાઇનની ટ્રેનો રદ રહેશે.
જોકે, બ્લોક સમયગાળા દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને કુર્લા અને પનવેલ અને વાશી વચ્ચે વિશેષ ટ્રેનો ચાલશે. આ ઉપરાંત હાર્બર રૂટ પરના મુસાફરોને મેઇન લાઇન અને ટ્રાન્સ હાર્બર રૂટ પર સવારે 10 વાગ્યાથી સાંજના 4:30 વાગ્યા સુધી મુસાફરી કરવાની છૂટ છે. આ મેગા બ્લોક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સલામતી માટે જરૂરી છે અને રેલવે પ્રશાસને મુસાફરોને રેલવે પ્રશાસનને સહકાર આપવા અપીલ કરી છે.