ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
મુંબઈ પોલીસ કમિશનરે એક નવો આદેશ બહાર પાડ્યો છે. આ નવા આદેશ મુજબ 50 વર્ષથી વધુની વયના જેટલા પોલીસ કર્મચારીઓ છે તે તમામ કર્મચારીઓએ બાર કલાક કામ કરવાનું રહેશે અને ત્યારબાદ તેમને 24 કલાક ની રજા આપવામાં આવશે.
મહારાષ્ટ્રમાં લોકડાઉન લંબાયું : 'break the chain' હેઠળના આદેશ આ તારીખ સુધી માન્ય રહેશે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસમાં અત્યારે 40,000 કર્મચારીઓ કાર્યરત છે. પોલીસ કમિશનરના આદેશથી સાતથી આઠ હજાર પોલીસ કર્મચારીઓને લાભ થશે. તેમજ તેઓ નું કામ અન્ય પોલીસ અધિકારીઓએ કરવું પડશે.
પોલીસ વિભાગનો આ નવો આદેશ ભલે વ્યવહારિક હોય પરંતુ અનેક પોલીસ અધિકારીઓ અને તે અનૈતિક લાગી રહ્યો છે. અને પોલીસ અધિકારીઓનું માનવું છે કે આજની તારીખમાં પોલીસના જવાનો 18 કલાક કામ કરી રહ્યા છે ત્યારે માત્ર એક વય જૂથને રાહત આપો તે યોગ્ય નથી.
કપૂર ખાનદાનનો એક ઓર સિતારો આવ્યો કોરોનાની ચપેટમાં, હોસ્પિટલમાં દાખલ. જાણો વિગત…