ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૬ એપ્રિલ 2021
શુક્રવાર
મહારાષ્ટ્રમાં લોકડાઉન ના પ્રથમ દિવસે દહીસર ચેક નાકાથી માંડીને આખેઆખા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભારે ભીડ હતી. આ દ્રશ્યો અનેક ટેલિવિઝન ચેનલ પર દેખાયા હતા. ત્યારે હવે પોલીસ પ્રશાસન દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. દહિસર ચેકનાકા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી નાખવામાં આવ્યો છે. તમામ ગાડીઓ ને ત્યાં રાખવામાં આવી છે તેમજ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. જે ગાડીઓ વગર કારણે બહાર નીકળી હતી અથવા જેની પાસે બહાર નીકળવાના પૂરતા ડોક્યુમેન્ટ નહોતા તેમને ફાઈન મારવામાં આવી રહ્યો છે અથવા તેમની ગાડી જપ્ત કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગની આ કડક કાર્યવાહી ને કારણે શક્ય છે કે આજે એટલે કે શુક્રવારના દિવસે હાઈવે પર ટ્રાફિક ન દેખાય.