Site icon

હવે મુંબઈની લોકલ ટ્રેન ચલાવનાર મોટરમેન પણ પ્રશાસનની નજરમાં. અને ફટકા ગેંગ પણ ફસાશે. આ જગ્યાએ મુકાશે સીસીટીવી કેમેરા…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Community

05 ફ્રેબ્રુઆરી 2021 

મુંબઈના તમામ લોકલ રેલવે સ્ટેશન પર સીસીટીવી કેમેરા મોજુદ છે. આ ઉપરાંત રેલવે સ્ટેશનની બહાર પણ સીસીટીવી કેમેરા જોવા મળે છે. પરંતુ લોકલ ટ્રેનની અંદર કે પછી રેલવે ટ્રેક પર સીસીટીવી કેમેરા નથી.આ કારણથી લોકલ ટ્રેનના પાટા પર થનાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાબુ મેળવી શકાયો નથી.

ખાસ કરીને ફટકા ગેંગ જે થાંભલા પર લટકી જાય છે અને લોકોને ડંડા મારીને મોબાઈલ છીનવી લે છે તેઓને પણ મન ફાવતું મેદાન મળી ગયું છે. ટ્રેનના ગાર્ડ એટલે કે ટ્રેન ચલાવનાર વ્યક્તિઓ પણ ચાલુ ટ્રેને શું કરે છે તે સંદર્ભે પ્રશાસન અજાણ હોય છે.

 

આ તમામ સમસ્યાઓનો અંત લાવવા હવે રેલવે પ્રશાસન લોકલ ટ્રેનના ટ્રેક પર કૅમેરા મુકશે. આ માટે રેલવે પ્રશાસન ત્રણ કરોડ રૂપિયા ખર્ચ કરશે. મળતી માહિતી મુજબ પશ્ચિમ રેલવે તમામ ટ્રેનના ડબ્બા ની અંદર પણ કેમેરા મૂકવા જઇ રહી છે.

જો આવુ થશે તો લોકલ ટ્રેનમાં થતી દાદાગીરી પૂરી રીતે બંધ થઈ જશે.

Mangal Prabhat Lodha Kanyakubja Bhavan: હનુમાન ભક્તિની ગુંજ: મંત્રી મંગલપ્રભાત લોઢાએ સુંદરકાંડના નિયમિત આયોજન બદલ આયોજકોને પાઠવી શુભેચ્છા
Mira-Bhayandar Permit Scam:મીરા-ભાયંદર ઈ-રિક્ષા પરમિટમાં મોટું કૌભાંડ? બોગસ દસ્તાવેજોના આધારે રોહિંગ્યાઓને પરમિટ અપાયાનો પૂર્વ ધારાસભ્યનો સનસનાટીભર્યો દાવો
Andheri Robbery Case:ખાખી વર્દીમાં લૂંટારો: અંધેરીમાં ₹25 લાખની લૂંટ કરનાર પોલીસ કોન્સ્ટેબલ સહિત 4 ઝડપાયા, તમામ રકમ રિકવર
Dindoshi Clash:દિન્ડોશીના સંતોષ નગરમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો: પોલીસના બળપ્રયોગમાં એક છોકરો ગંભીર ઈજાગ્રસ્ત
Exit mobile version