Site icon

મુંબઈ પર મોટું જોખમ, અત્યંત ગીચ વસ્તીવાળા ધારાવીમાં પહોંચી ગયો ઓમિક્રોન? તાંઝાનિયાથી આવેલા રહેવાસીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ, તંત્ર થયું દોડતું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર 

મહાનગર મુંબઈમાં ઓમિક્રોનના ૧૭ શંકાસ્પદ દરદીઓની ભાળ લાગી છે. આમાંના ૧૩ જણા પ્રવાસીઓ છે. જ્યારે બાકીના ચાર તેમના કોન્ટેક્ટ્‌સ (સંપર્કમાં આવેલી વ્યક્તિઓ) છે. સમગ્ર રાજ્યમાં આરોગ્ય ખાતાના એક અધિકારીએ જણાવ્યું હતું.મુંબઈના ધારાવી વિસ્તારમાં ઓમિક્રોનો ભય ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે આ ઓમિક્રોન વાઈરસ સંસર્ગ ખૂબ જ ઝડપથી પ્રસરે છે. ધારાવીની સાંકડી ગલ્લી અને ગીચ વસતિ ધરાવતી ઝૂંપડપટ્ટી હોવાથી અહીં ઓમિક્રોનનો ભય ફેલાયો છે. ટાન્ઝાનિયાથી આવેલો એક વ્યક્તિ ધારાવી આવ્યો હતો અને કોરોના પોઝીટીવ મળી આવતાં તેને અંધેરીની સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તેનાં લીધેલા નમૂનાનો જીનોમ સિકવન્સિંગ અહેવાલની પ્રતીક્ષા મુંબઈ મહાનગરપાલિકા કરી રહી છે. મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું હતું કે ટાન્ઝાનિયાથી આવેલો એક વ્યક્તિ ચેન્નાઈનો વતની છે પણ તે મુંબઈ એરપોર્ટ ઉતર્યા બાદ ધારાવીમાં ગયો હતો અને ત્યાં ત્રણ જણનો સંપર્ક સાધ્યો હતો એમ મેયરે જણાવ્યું હતું. આ ટાન્ઝાનિયાથી આવેલો પ્રવાસી અને ધારાવીમાં રહેતા ત્રણ જણના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરાયા છે. તેઓનો અહેવાલ આવવાનો બાકી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી લાગુ પડતાં ધારાવીની ગીચ વસતિ અને ઝૂંપડપટ્ટીને લીધે મુંબઈમાં કોરોના વકરશે એવો ભય સેવાતો હતો. પરંતુ પાલિકાએ લીધેલા પગલાંને લીધે ધારાવીમાં કોરોનાની બીમારી નિયંત્રણમાં રહી હતી. વધારાના પાલિકા કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું કે ડોમ્બિવલીમાં મર્ચન્ટ નેવીનો એક એન્જિનિયર કોવિડના ઓમિક્રોન ટેસ્ટમાં પોઝિટિવ જણાયો છે. મુંબઈના ઓમિક્રોનના અન્ય શકમંદ કેસોના જીનોમી સીકવન્સિંગ (વંશાનુક્રમાણ)ના રિપોર્ટ એકાદ બે દિવસમાં કસ્તુરબા હોસ્પિટલમાંથી મળવાની ધારણા છે. મુંબઈ મહાનગર પાલિકાની છેલ્લામાં છેલ્લી માહિતીમાં જણાવાયું હતું કે ઓમિક્રોનના હાઇ રિસ્ક (વધુ જાેખમવાળા) દેશોએથી મુંબઈ આવેલા ૩૭૬૦ પ્રવાસીઓની યાદીતેની પાસે છે અને આમાંના ૨૭૯૪ લોકોની ભાણ મેળવી તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ડોમ્બિવલીના દરદીના ૬૦ પ્રાથમિક અને ગૌણ (પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ) કોન્ટેક્ટ્‌સનો પત્તો લગાવાયો હતો તથા તેમના ટેસ્ટ કરાયા છે. આમાં ડોમ્બિવલીના દરદી સાથે દિલ્હી-મુંબઈ ફ્લાઇટમાં પ્રવાસ કરનારા ૨૫ ઉતારીઓનો પણ સમાવેશ થાય છે.પિંપરી-ચિંચડવમાં  ૬ અને આણંદી તથા પુણેમાં એક-એક કોરોના નવા પ્રકારના ઓમિક્રોન વેરિયન્ટ ચેપના વધુ સાત દરદી મળી આવ્યા છે.  આથી મહારાષ્ટ્રમાં  ઓમિક્રોન વેરિયન્ટના  દરદીની સંખ્યા  વધીને નવ થઈ છે. શનિવારે ડોંબિવલીમાં  એક ઓમિક્રોન  દરદી મળી આવ્યો હતો. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન દરદીની સંખ્યા  વધતાં રાજ્ય સરકાર ચિંતામાં પડી ગઈ છે. મહારાષ્ટ્રમાં  ઓમિક્રોનના દરદીની સંખ્યા વધી છે. ડોંબિવલી બાદ સાત ઓમિક્રોનના દરદી મળી આવતાં  સંખ્યા આઠ  થઈ છે.  સાત ઓમિક્રોનના દરદી પૈકી  પિપંર-ચિંચવડમાં  ૬ અને આણંદી તથા પુણેમાં એક-એક દરદીનો સમાવેશ થાય છે. આમાં ત્રણ નાના બાળકો છે. ૨૪ નવેમ્બર ૨૦૨૧ નાઈજેરિયાથી ભાઈને  મળવા માટે આવેલા  ૪૪ વર્ષીય  મહિલાની સાથે  આવેલા તેમના  બે છોકરાને  પણ ઓમિક્રોનમાં સપડાયા છે. આ સિવાય  મહિલાના ભાઈ અને તેમના બે છોકરાને  ઓમિક્રોનમાં સપડાયા છે. આ બધાને કોરોનાના હળવા લક્ષણો છે. તેઓને  પિંપર-ચિંચડવની  જીજામાતા  હોસ્પિટલમાં  સારવાર માટે દાખલ કરાયા છે. 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version