ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે 2021
સોમવાર
જેની કાગડોળે રાહ જોવાઇ રહી છે તે આ મહિને થશે. MMRDA એ નક્કી કર્યું છે કે દહીસર પૂર્વ થી અંધેરી પૂર્વ અને દહીસર પશ્ચિમથી ડીએન નગર સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન આ મહિનાના અંતે શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે કોરોના ને કારણે મુંબઈ મેટ્રો નું કામ ખોરંભે ચડ્યું હતું. જેને કારણે આખો પ્રોજેક્ટ ડીલે થયો છે. જોકે આ સમયગાળા દરમિયાન મેટ્રો ઓથોરિટીને ડ્રાઈવર વગરની ટ્રેનના એન્જિન મળી ગયા છે. હાલ આ એન્જિન ચારકોપ ડેપો માં છે. તેમજ આ એન્જિન નું ટ્રાયલ રન પણ થઈ રહ્યું છે. હવે ટૂંક સમયમાં પૂર્વ અને પશ્ચિમ બંને પાટા પર મેટ્રો જોડાવાને કારણે આગામી છ મહિનામાં સામાન્ય લોકો માટે મેટ્રો દોડે તેવી શક્યતા પેદા થઈ છે.
કોરોના સંક્રમણને રોકવા માટે આ બે રાજ્યોમાં એક-એક અઠવાડિયું લોકડાઉન લંબાવાયું
જોકે આ મેટ્રો માટે કાર શેડ ક્યાં હશે તે પ્રશ્ન હજી અધરમાં લટકે છે.