ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૩ મે 2021
સોમવાર
સરકારે લોકડાઉન લાગ્યું છે અને પ્રશાસન પણ લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરે છે. આ પરિસ્થિતિમાં પણ અનેક લોકો એવા છે જે બહાર ફરવા માટે નીકળી પડે છે. આવા લોકોની શાન ઠેકાણે લાવવા માટે વસઈ અને વિરાર મહાનગરપાલિકામાં પ્રશાસન અને પોલીસ વિભાગે કડક પગલાં લીધા છે. હવે જે કોઈ વ્યક્તિ વગર કારણે બહાર ફરવા નીકળે છે તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ જો પોઝિટિવ નીકળે તો તે વ્યક્તિને હોસ્પિટલ ભેગી કરાય છે. તેમજ જેમ નો રિપોર્ટ નેગેટિવ આવે તેમને 200 રૂપિયાનો દંડ લઈને છોડી મુકાય છે.
મહારાષ્ટ્રમાં છ હજાર ટન તુવેરની દાળ સડે છે, સરકારે વિતરણ કર્યું નથી.
આમ લોકોની શાન ઠેકાણે લાવવા પોલીસ વિભાગ અને પાલિકા પ્રશાસને નવતર પગલુ ભર્યુ છે.