Site icon News Continuous Bureau | Mumbai

તો નક્કી!!! BMCની ચૂંટણી ઓબીસી આરક્ષણ વગર. આ તારીખે અનામત બેઠકો માટે યોજાશે લોટરી.. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

ઓબીસી આરક્ષણ(OBC reservation) વગર મહારાષ્ટ્રમાં(Maharashtra) મુંબઈ સહિત 13 મહાનગરપાલિકાઓની થશે એ હવે પાક્કુ થઈ ગયું છે ત્યારે ચૂંટણી પંચ મુંબઈ મહાનગરપાલિકાની (BMC)ની 237 બેઠકોની રિઝર્વેશનની લોટરીનો કાર્યક્રમ 31 મે, 2022ના યોજવાની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Channel

BMCની ચૂંટણી (BMC Election) માટે અનામત બેઠકો માટે લોટરી  31 મે, 2022ના કરવામાં આવવાની છે, જેમાં અનુસૂચિત જાતિ (મહિલા), અનુસૂચિ જમાતી (મહિલા) અને જનરલ (મહિલા) માટે આરક્ષિત જગ્યા નક્કી કરવા  લોટરી કાઢવામાં આવવાની છે.  

લોટરી બાદ વોર્ડના આરક્ષણનો ડ્રાફ્ટ જાહેર કરીને તેમની સ્થાનિક અખબાર, વેબસાઈટ, જાહેર નોટિસ બોર્ડ વગેરેની પ્રસિદ્ધિ માટે 1 જૂન સુધીની મુદત રહેશે. વોર્ડનું આરક્ષણ નિશ્ચિત કરવા બાબતે સૂચના અને વાંધા દાખલ કરવા માટે પહેલી જૂનથી  છ જૂન સુધીની મુદત રહેશે.  

આ સમાચાર પણ વાંચો :  મંકીપોક્સના ખતરાને જોતા મુંબઈ મહાનગરપાલિકા એલર્ટ, પાલિકાએ શહેરની આ હોસ્પિટલમાં 28 બેડનો અલગ આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યો..

આરક્ષણ નિશ્ર્ચિત બાબતે પ્રાપ્ત થયેલી સૂચના અને વાંધા પર વિચાર કરીને વોર્ડની અંતિમ રિઝર્વેશનની યાદી 13 જૂન 2022ના કાઢવામાં આવશે.

અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યની નવી મુંબઈ, વસઈ-વિરાર, કલ્યાણ-ડોમ્બિવલી, કોલ્હાપૂર,થાણે, ઉલ્હાસનગર, નાસિક, પુણે, પિંપરી-ચિંચવડ, સોલાપૂર, અમરાવતી, અકોલા અને નાગપુર મહાનગરપાલિકાની ચૂંટણીના આરક્ષણ અને લોટરી 31 મેના રોજ થવાની છે.
 

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version